________________ 466 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જ્ઞાનનો અભ્યાસ કરતા ને તપને આચરતા તેઓ સંયમ રૂપી વૃક્ષને ખુબ વૃદ્ધિ પમાડવા લાગ્યા, ફાલીલીને એ સંયમરૂપી વૃક્ષને તેમણે એવું તો વૃદ્ધિ પમાડયું કે જેનાં ફલ હવે અલ્પ સમયમાં જ મેલવવાને તે ભાગ્યશાળી થશે. પખંડના વિજયથી તેમજ અભિમાનથી ઉદ્ધત થયેલા રાજાઓને જીતી પૃથ્વીમંડલમાં જેમનો યશ વિસ્તાર પાપે છે એવા ચક્રવતીને પખંડની સમૃદ્ધિ પ્રાપ્ત થતાં તેમજ ચેસઠહજાર અંતેઉરીના વિલાસમાં જે સુખ પ્રાપ્ત થાય છે તે કરતાં પણ અધિક આત્મસુખના તે અધિકારી થયા, સ્નેહ બંધન. ચારિત્રની આરાધના કરતા એ બને મુનિએ સંયમ તેજવડે શોભતા, જે તપ પિતા કરતા હતા તે જ તપ પુત્ર કરતો હતો. બન્ને મુનિઓ સાથે વિહાર કરતા હતા તેમજ સાથે રહેતા હતા. સાધુપણાની ઉત્કૃષ્ટ ક્રિયા કરવા છતાં એકબીજાનો વિયોગ તેઓ સહન કરી શકતા નહિ દેહની છાયાની માફક પિતા અને પુત્રનો એક સાથે નિવાસ એ સ્નેહબંધન સાધુપણામાં અજુકતુ ગણાતું હતું. તેમના આવા સંબંધથી એક દિવસે ગુરૂએ તેમને શિખામણ આપી. “હે મુનિઓ ! સંસારરૂપી કેદખાનામાંથી નિકળેલા તમારે સ્નેહ બંધનથી બંધાઇને મુક્તિમાર્ગમાં અર્ગલા ઉભી કરવી તે યોગ્ય નથી. કારણ કે સ્નેહ એ તો જીવને સંસારમાં બાંધી રાખવા માટે સાંકળ સમાન છે પ્રાણીએને સ્નેહ જેવું પીડાકારી આ જગતમાં બીજુ કોણ છે? - સ્નેહપણાથી જ દહીને મંથાવુ પડે છે. સ્નેહ થકી તલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust