SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો નેહસંબંધ 465 સુગમ નથી. ચપળચિત્તવાળી યુવતીનો વિશ્વાસ છે? કાલે ઉઠીને વિચાર કરી જાય, માટે અત્યારે તો રાજ્યનું પાલન કરી વિલાસ કર, સમય આવે ત્યારે તું પણ મારી જેમ દીક્ષા ગ્રહણ કરજે.” રાજાએ રાજકુમારને સમજાવવા માંડ્યો. પિતાનાં વચન સાંભળવા છતાં પણ દીક્ષા લેવાની દઢ ભાવનાવાળો કુસુમકેતુ છે. “પિતાજી! મંદ મંદ ગતિએ ગમન કરનારા તારાઓ પણ મોટી તારાઓને આશ્રય પામી આકાશ પાર કરે છે. શૂરવીરની નિશ્રાએ રહેલા કાતરપુરૂષો પણ શું યુદ્ધ કરતા નથી? સાર્થવાહના સાથમાં રહેલા નિ:સત્વ પુરૂષ પણ મહા અરણ્યને પાર પામી જાય છે. તેવી રીતે હે તાત ! આપને આશ્રય લઈને દુર્ગમ એવા શીલરૂપી શૈલ ઉપર હું ચઢી જઈશ, પૃથ્વી રૂપી ઉદ્યાનમાં ભમી રહેલા મનરૂપી વાંદરાને યોગીઓ વાનરૂપી શ્રૃંખલાથી બાંધી શું સ્થિર નથી કરતા ?" કુસુમકેતુની સંયમની ભાવના જાણી કુસુમાયુધ રાજાએ દેવસેનકુમારનો રાજ્યાભિષેક કર્યો. અઠ્ઠાઈ ઉત્સવ તેમજ મોટીમોટી જીનપૂજાઓ રચાવી, દીન, અનાથ અને રંકજનોને પુષ્કળ દાન આપી તેમનાં દારિદ્રય દૂર કર્યા. શાસનની પ્રભાવના કરી. એ વૈરાગ્યરંગવાળા રાજાએ કુસુમકેતુ તેમજ પાંચસો પુરૂષોની સાથે, બત્રીસ રાણીઓ તેમજ પુત્રીઓની સાથે, દેવસેન રાજાએ મહોત્સવ કરેલો છે એવા તેની સાથે મહા આડંબરપૂર્વક સૂરીશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી, - કુસુમાયુધ અને કુસુમકેતુ વૈરાગ્યરંગથી રંગાયેલા તો હતા જ ભવોભવના ચારિત્ર પાલવાના અભ્યાસી હેવાથી આ ભવમાં પણ એમને અભ્યાસ વૃદ્ધિ પામવા લાગ્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy