________________ = = 462 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - ઉપકારી ગુરૂ શિવવર્ધનપુર નગરના રાજા શ્રી સુંદરે કુસુમાયુધને રાજ્યપદે સ્થાપન કરી પોતાના બંધુ પુરંદર તથા મંત્રી સામંત સાથે દીક્ષા ગ્રહણ કરેલી તે ભણી ગણી આચાર્ય પદે સ્થાપન થયા. પુરંદરાદિક પાંચસે મુનિઓની સાથે વિહાર કરનારા સુંદરાચાર્ય પૃથ્વી મંડલને પાવન કરતા ભવ્યજનોને બોધ કરવા લાગ્યા. અનુક્રમે સુંદરાચાર્ય અવધિરાની થયા. જ્ઞાનથી કુસુમાયુધને તોદય જાણી વિહાર કરતા ચંપાનગરીના ઉદ્યાનમાં આવ્યા, વનપાલકના મુખથી વધામણિ સાંભળી રાજાએ દાન આપી તેને રાજી કર્યો. - રાજા મોટી ઋદ્ધિસમૃદ્ધિપૂર્વક અંત:પુરાદિક પરિ વાર સાથે ગુરૂને વાંદવાને આવ્યો શાંત રસના સાગર સમાન રિને જોઈ ભક્તિપૂર્વક નમી ગુરૂની આગળ રાજા બેઠે, આચાર્ય પણ રાજાને ઉદ્દેશી ધર્મ દેશના દેવા લાગ્યા - “હે રાજન ! જગતના સંગે છે તે વિયોગના કરનારા છે. માતા, પિતા, પુત્ર, કલત્રના સંબંધો સ્વમ સરખા જાણી લેવા, તો આ સાર સંસારમાં ધર્મનું સેવન કરવું એજ શ્રેયસ્કારી છે. દંતશૂદ્ર વગર જેમ ગજરાજ શેભા પામતો નથી, વેગ વગરનો અ% જેમ કિમત વગરનો છે, ચંદ્ર વિનાની રજની શેભા પામતી નથી, સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, જળ વગરનું સરોવર જેમ શેભતું નથી, છાયા વગરનું વૃક્ષ શેભા વિનાનું છે, ચારિત્ર વગર સાધુ, અને પ્રતિમા વગરનું ભવન જેમ નકામું છે, તેમ ઘમ વિનાને માનવી જગતમાં નકામા છે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust