________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 461 રાજી કરી બેનાં અપમાન કરવા યોગ્ય નથી. એના કરતાં તો ત્રણેને ના પાડવી એજ ઠીક છે. વિચારવાન રાજાએ પોતાના મહાબુદ્ધિ મંત્રી સામે જોયું. મંત્રીએ મહારાજની ચિંતા જાણી તરતજ હાથ જોડી અરજ કરી. દેવ ! બાર દિવસ પછી લગ્ન શુદ્ધિને એક દિવસ આવે છે જે દિવસ બાર વર્ષે પણ આવનાર નથી. તો ત્રણે નરપતિઓ પોતપોતાની કન્યાઓને અહીંયા મલે કે જે દિવસે બધી કન્યાઓ સાથે એકી વખતે લગ્ન થઈ જાય. માટે કન્યાઓને અહીં મોકલવા દરેક રાજાઓને જણાવે મંત્રીની વાણી સાંભળી રાજા પ્રસન્ન થયો. વાહ મંત્રી! વાહ! જેવું મહાબુદ્ધિ તારું નામ છે તેવુંજ તારૂં કામ.” મંત્રીની વાત સાંભળી બધા મંત્રીઓ “સાધુ! સાધુ! કહી તેની પ્રશંસા કરવા લાગ્યા રાજા કુસુમાયુધે પણ એ ત્રણે દૂતોને એ વાત કહી સંભળાવી, રાજાની વાત અંગીકાર કરી એ ત્રણે દૂતોએ પિતપોતાના નગરમાં આવી પોતપોતાના સ્વામીને તે વાત કહી સંભળાવી. પ્રસન્ન થયેલા તે રાજાઓએ અનેક હાથી, ઘોડા, રથ, સુભટે, દાસ, દાસીઓ મણિ, રત્નો, સુવર્ણ દિક સમૃદ્ધિપૂર્વક પિતાપિતાની કન્યાઓ મોકલી દીધી. - પેલા શુભ દિવસે પિતાની આજ્ઞા અંગીકાર કરી કુસુમકેતુ તે બત્રીસે કન્યાઓ સાથે મોટી ધામધુમપૂર્વક પરણી ગયો ને દગન્તુકદેવની માફક સુખસાગરમાં કીડા, કરતાં જતા એવા કાળને પણ જાણતો નહિ. સુખમાં ઘણે. કાળ ચાલ્યા ગયે Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.