________________ 460 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. અંગોપાંગમાં યુવાનીના હાવભાવ પણ જણાતા નથી. સ્ત્રીઓ તરફ નજર સરખીય કરતો નથી વિષ તરફ વૈરાગ્યવૃત્તિવાળે આ કુમાર કેવળ ભેગીની માફક શાસ્ત્રના વાંચનમાં જ પ્રીતિવાળે છે જેથી તેની ચિત્તની વૃત્તિઓ કેવી છે તે તો અમેય જાણતા નથી છતાં વડીલની આજ્ઞાનું પાલન કરનાર હોવાથી કદાચ અમારી આજ્ઞાથી કુમાર તમારા નગર તરફ આવશે ખરો, - કુસુમાયુધ મંત્રીને સમજાવતો હતો તે દરમિયાન પ્રતિહારીથી આજ્ઞા કરાયેલો સાકેતપુર નગરના રાજાના સુગુપ્ત નામે દૂત રાજસભામાં પ્રવેશ કરીને બોલ્યો, “દેવ! અમારા રાજા રવિસેન નરપતિને આઠ સુંદર કન્યાઓ છે. નરરિણી એવી તે કન્યાઓએ અનેક રાજકુમારનાં ચિત્ર“પટ જોયા છતાં તે રંજીત થઈ નહિ પણ રાજકુમાર કુસુમ-કેતુનું ચિત્રપટ જોતાં બધીય રાગપીડિત થઈ આકુળ - વ્યાકુળ થઈ ગઈ. જેથી રવિસેન રાજાએ મને આપની પાસે મોકલ્યો છે કે હે સ્વામી! કૃપા કરી રાજકુમારને - અમારા નગર તરફ મેલે. સુગુમનામાં મંત્રીને રાજા કુસુમાયુધ કંઈ પણ જવાબ આપે તે દરમિયાન વન્સ દેશના અધિપતિએ મોકલેલે સુભણિત નામે દૂત રાજાને નમી હાથ જોડી બે . દેવ! જયતું. રાજાએ આપને વિનંતિપૂર્વક કહેવડાવ્યું છે કે પેતાને રૂપવાન અને ગુણવાન સેળ કન્યાઓ છે તેમના પતિ માટે એક દિવસે નિમિત્તકને પૂછતાં કહેલું કે “આ કન્યાઓને પતિ કુસુમકેતુ થશે. જેથી રાજાએ કહ્યું છે કે કૃપા કરી કુસુમકેતુ રાજકુમારને આ તરફ મેકલી!” - ત્રણે દૂતોની વાણી સાંભળી રાજા કુસુમાયુધ વિચા૨માં પડી ગયો કુમારને હવે કયાં મોકલવે, કારણકે એકને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust