________________ એકવીશ ભવને સનેહસંબંધ 463 - હે રાજન ! ચિરકાલ પર્યત તેં ભેગોને ભગવ્યા. જગત પર અશ્વર્ય ભગવ્યું તો હવે એ રાજ્ય અને ભેગોનો ત્યાગ કરી તારે વ્રતને વિષે યત્ન કરવો જોઈએ. સુંદરાચાર્યનો ઉપદેશ સાંભળી કુસુમાયુધરાજા મનમાં વિચાર કરવા લાગ્યો. ' “અહો ! આ પૂજ્ય મને એકાંતે હિત કરનારા છે. અથવા તો પરોપકાર વતવાળા સજન પુરૂષો જગતમાં આવાજ હોય છે. વરસાદ પોપકાર માટે વરસે છે. સૂર્ય પરોપકાર માટે અંધકારને હરે છે. ચંદ્રમા પરોપકાર માટે અમૃતને કરે છે. માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્ર, સ્વામી, ભ, હાથી, ઘોડા, રથ જરઝવેરાતાદિ ભવસાગરમાં ડબતા જીવને રક્ષણ કરવા માટે કઈ સમર્થ નથી, ફક્ત એક ગુરૂજ ધમ પમાડવાવડે કરીને આત્માને દુર્ગતિ ગમન કરતાં અટકાવે છે. તેમાંય આ ગુરૂ તો મારે વિશેષ ઉપકારી થયા છે બાળપણમાં જેમણે પોતાનું મોટું રાજ્ય મને આપી દીધુ અત્યારે મુક્તિના રાજ્યને અપાવવા તૈયાર થયા છે. આવા ઉપકારીને મેલાપ છતાં મને ધિકાર છે કે આ વિષયોમાં આસક્ત થઈ પિતાએ આચરેલા માર્ગને હું અંગીકાર કરતા નથી, પ્રિયાના મોહબંધન અને રાજ્ય બંધનથી બંધાયેલા મારા સરખા મોહાંધ પુરૂષોને મૃગલાની માફક પાશમાં બંધાવાની હવે શી વાર છે? હજી પણ જો જાગૃત નહી થાઉ તો આ ભવસાગરમાં મનુષ્યજન્મ પામ્યા છતાં નક્કી હું હારી જઈશ. . વિચાર કરી રાજા ગુરૂને હાથ જોડી છે . આ અસાર સંસારમાં ભાગ્યેગે મળેલ આપનો ઉપદેશ સાંભળી મને મનુષ્ય ભવની કિંમત સમજાઈ ગઈ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust