SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ 450 * પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજશેખર રાજાને પણ તેડાવ્યા. રાજાને ખુબ માન આપ્યું. ત્રણે રાજાઓના મેલાપથી એ નગરનું નામ ત્યારથી રાજપુર-રાજનગર થયું. રાજા રાજશેખરે કુસુમાયુધને જોઈ પ્રસન્ન થઈ તેના પુણ્યથી આકર્ષાઈ રૂપવાન એવી પોતાની બત્રીશ કન્યાઓ પરણાવી. ત્યાર પછીના એક દિવસે શિવવર્ધનપુરના ઉદ્યાનમાં શ્રીગુણસાગર કેવલી ભગવાન સમવસર્યા. વનપાલકે નગરમાં આવી જયભૂપતિને વધામણિ આપી. “હે નરરાજ ! સહસ્ત્રા વનને વિષે સુરાસુર અને મનુષ્પોથી પૂજાતા શ્રી કેવલી ભગવાન પધાર્યા છે–સમવસર્યા છે.” - વનપાલકની વધામણિથી રાજાએ તુષ્ટમાન થઈ વનપાલકને ખુબ દાન આપી રાજી કર્યો, પ્રભુ ઉપર ભક્તિવાળા ત્રણે નરપતિએ પોતપોતાના પરિવાર સાથે ગુરૂને વાંદવા ઉદ્યાનમાં આવ્યા. ભગવાનને નમી વાંદી દેશના સાંભળવા હાથ જોડી તેમની સન્મુખ બેઠા, કારણકે ઉપદેશ આપનારા ગુરૂ પણ જ્ઞાની હતા, જ્ઞાનથી આ ત્રણે નરપતિઓને ધર્મને યોગ્ય જાણી ગુરૂમહારાજે પણ દેશના શરૂ કરી. ' , મહરાજાનું સામ્રાજ્ય. હે ભ ! આ મનુષ્ય ભવના જલના પરપોટાની માફક ચપળ જીવિતવ્યમાં આત્મહિત કરી લેવું એજ સાર છે. કામદેવની પીડાથી મુક્ત રહી ક્રોધાદિકને ત્યાગ કરે અને ધર્મને વિષે પ્રીતિ કરવી. 2) : . . . . * .... “ભગવાનની વાણી ગંભીર હોવાથી મૂઢ, એવા Jun Gun Aaradhak Truss P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy