________________ એકવીશ ભવનો નેહસંબંધ : 448 શું થઈ ગયું! શ્રીજયરાજા તો મારો મિત્ર! એના જ બાળ પુત્ર સામે લડાઈ! અંગ અને કલિંગના એ બન્ને રાજાએને હવે હું શું મુખ બતાવું ?" પોતાના અવિચારી કાર્યથી અવંતીપતિને બહુ પશ્ચાત્તાપ થયો, “અરે! મારે શી ન્યનતા હતી ! અવંતીદેશનું વિશાળ સામ્રાજ્ય છતાં મેં લેભથી બીજાનું રાજ્ય પડાવી લેવાની ઈચ્છા કરી. મારી એ લાભ વૃત્તિને ધિક્કાર હે ! પૂર્વના પુણ્યથી રાજ્ય પ્રાપ્ત કરનારને ગમે તેવો ફોધી ને બળવાન પણ શું કરી શકે ? દેવ તુષ્ટમાન થાય તોય નિર્ભાગીને તે શું આપી શકે તેમ છે! માટે હવે તો એ બન્ને રાજાઓને ખમાવું. કારણકે બાજી બગડી ગઈ હોય તો પણ અધવચથી પણ ડાહ્યા માણસે સુધારી લે છે. વિચાર કરી અવંતી રાજ પિતાના સુંદર નામે મંત્રીને સમજાવી એ રાજાઓની પાસે મોકલ્યો, ' સુંદરમંત્રી શિવવર્ધનપુરમાં આવી શ્રીજય અને માનતુંગ નરપતિને નમ્યો અને પોતાના સ્વામી વતી બે મહારાજ ! અમારા સ્વામીએ આપના પુત્ર ઉપર જે કટક આરહ્યું છે તે અપરાધને આપ ખમે ! જયભૂપતિએ સુંદર મંત્રીનું સ્વાગત કરી વસ્ત્રાલંકારથી એનું સન્માન વધાર્યું, “તમારા સરખા સજ્જનને તે ચોગ્ય છે કારણકે સજજન પુરૂષો અવિચારી કાંઈપણ કરતા નથી. ભુલેચુકે જો કદાચ અકૃત્ય થઈ જાય તો સત્ય સ્થિતિ સમજાતાં તરતજ અટકી જાય છે ને તેમને કરેલા અકાર્યને પસ્તાવો થાય છે. અમને એ રાજા સાથે મલ્યાને ઘણે સમય થયો છે તો અવંતીપતિ ભલેને અહીં આવે ને અમારા મહેમાન થઈ જાય. એમ કહી જયભૂપતિએ પિતાના મંત્રી આદિ પરિવારને સુંદર મંત્રી સાથે મોકલી 29. A02 ( Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust