SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 447 હાદિકની જરૂર હોય તો તમારો ધનભંડાર મોકલો એટલે ખરીદ કરી મોકલીયે.” - શાલમંત્રીની વાણી સાંભળી જાણે આ રાજ્ય સત્વ વગરનું હોય તેમ સામાન્ય મનુષ્યના જેમ કોપને ધારણ કરી દૂત બેલ્યો, “આવા મંત્રીઓથી જ કુસુમાયુધ ચિરકાલ પર્યત રાજ્ય કરશે શું ? દીર્ઘદશી મંત્રીઓથી રાજા પિતાનું સામ્રાજ્ય ચલાવે છે, તમારા જેવાથી નહિ હે મંત્રી! પોતાનાથી બલવાનને કંઇક ઉપહાર આપી અથવા તો નમસ્કાર કરી પ્રસન્ન કરવો, પણ અભિમાની વચનો બેલી ક્રોધાયમાન કરવાથી શું ફાયદો ? જે પ્રણામથી વશ થાય તેને કોપાવવામાં ખરાબી જ થાય. કારણકે નખછેદ્ય કાર્યને પરશુથી છેદવાનો આરંભ ન કરો. આ રાજશેખર રાજા નમસ્કાર કરનારને કલ્પવૃક્ષ સમાન છે, ત્યારે અભિમાનીને તો યમના જેવો ભયંકરે છે માટે એની સેવાનો સ્વીકાર કરી તમે વૃદ્ધિ પામો. >> : “બહુ દોઢ ડાહ્યો છે કંઈ, નફટાઇની તે કંઈ હદ છે જે એનો સ્વામી તે સેવક, જાણે કે એ રાજાની મહેરબાનીથી જ કુસુમાયુધ રાજ્ય કરતો હોય ને શું પણ રે મૂઢ! બાળ એવા આ કુસુમાયુધને વશ કરવા જતાં તારે સ્વામી ક્યાંય એનું રાજ્ય ના ગુમાવે, કારણકે બાલક એવો પણ સિંહનો શિશુ કાંઈ મેંઢાંના ટોળાથી પરાભવ પામતો નથી. શાલ મંત્રીએ કોધથી ધુંવાપુવા થઈ દૂતને રાજસભામાંથી કાઢી મુકાવ્યો . અપમાનની આગથી જલતા દૂતે અવંતીમાં આવી પિોતાના સ્વામીની આગળ સર્વ હકીકત વિસ્તારથી કહી સંભળાવી બળતામાં ઘી હોમ્યું. રાજશેખર રાજાના શાંત હદયને ખુબ ડાળી-વલોવી નાખ્યું. . . . . . . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy