SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ 446 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ' રાજાએ સાર્થવાહને સર્વે હકીકત સમજાવી શ્રી જયરાજાને જણાવવાનું કહીને માન સન્માન સહિત ચંપાનગરી તરફ રવાને કર્યો. મંત્રી, સામંત, સેનાપતિ આદિ રાજપુરૂષ અને પ્રજા સમક્ષ કુસુમાયુધને રાજ્યાભિષેક કરી અને બાંધવોએ દીક્ષા ગ્રહણ કરી, શિવવર્ધનપુરમાં રાજા કુસુમાયુધ પૂર્વભવના પુણ્યોદયથી મંત્રી, સામંત : અને સેનાધિપતિના પ્રતાપે અખંડિત શાસનવાળે થયે. એકદા બાળરાજા કુસુમાયુધ રાજસભામાં બેઠેલો હતો, મંત્રીઓ આદિ રાજપુરૂષે રાજસભામાં બેઠાબેઠા બુદ્ધિ પ્રતાપથી રાજ્યશાસન સ્થિર કરી રહ્યા હતા, તે સમયે અવંતિ દેશના રાજા રાજશેખરને દૂત રાજસભામાં હાજર થઈ કુસુમાયુધને કહેવા લાગ્યો. તેમણે મને શ્રીમુખે તમને કહાવ્યું છે કે હાથી, ઘોડા રથાદિક સમૃદ્ધિ અને સમર્પણ કરી તમે મારી તરફ ભક્તિભાવ બતાવે, કારણ કે મારે આશ્રય કરવાથી અન્ય કોઈ - રાજાઓ તમને હેરાન કરશે નહિ ને સુખેથી તમે રાજ્ય કરશે.” * દૂતનાં વચન સાંભળી મુખ્ય મહામંત્રી શાલ બેલ્યો “અરે વાચાળ ! તું જેમ તેમ શું બાકી રહ્યો છે? પણ - બાલ સ્વભાવી કુસુમાયુધ સેવા કરવાનું જ જાણતો નથી. * હય, ગાજ, રથાદિક સાથે ક્રીડા કરવાની ઈચ્છાવાળે આ રાજા તને ગજાદિક શી રીતે મોકલી શકે ? છતાં તમારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy