________________ એકવીશ ભાવનો સ્નેહસંબંધ 445 પાસે ધર્મ સાંભળી દીક્ષા લેવાને તૈયારી કરી રહ્યો હતો. રાજાને લઘુ બાંધવ યુવરાજ પુરંદર પણ રાજ્યને નહિ ઇચ્છતો વડીલબંધુ સાથે દીક્ષા લેવા તૈયાર થયો હોવાથી રાજ્ય કોને અર્પણ કરવું તે માટે બધા રાજપુરૂષો વિચારમાં પડી ગયા હતા. રાજાએ કંઈક નિશ્ચય કરી પંચદિવ્ય કર્યા. મંત્રી આદિપરિવાર સહિત રાજા પંચદિવ્યની પાછળ ચાલ્યો. એ પંચદિવ્ય નગરીમાં ભમીને ઉદ્યાનમાં જ્યાં સાર્થવાહનો પડાવ હતો ત્યાં આવ્યાં, બાળક કુસુમાયુધ જ્યાં રમત કરી . રહ્યો હતો ત્યાં આવી સ્થિર થઈ ગયાં, ગજરાજે કલશનું. જળ એ બાળકુમાર ઉપર નામી કુમારને પોતાની સંઢ વડે ઉચકી અંધ ઉપર મુકી દીધો. પછીતો રાજા અને યુવરાજ એની માતા સહિત બાલકુમારને મહોત્સવપૂર્વક નગરમાં લાવ્યા. રાજમંદિરમાં કુમારને ઉચ્ચ પદે સ્થાપન કરી એ . બને બાંધવે પ્રિયમતીને કહેવા લાગ્યા, “હે માતા ! તમે. આ રાજ્યને ગ્રહણ કરો કે તમારી સહાયથી અમે દીક્ષા ગ્રહણ કરીએ, એ અવસરે સાર્થવાહે આવી રાજાને અરજ કરી . “હે મહારાજ ! અંગદેશના અધિપતિ શ્રી જય રાજાનાં . આ પટ્ટદેવી, મારે ચંપામાં જઈને મહારાજને સોંપવાં એવી મને ભલામણ છે તો આપ એમને મુક્ત કરે છે. રાજન! કલિંગાધિપતિની રાજકુમારી પ્રિયપતીને પણ શું ? આપ જાણતા નથી ? | સાર્થવાહની વાણી સાંભળી અને રાજપુરૂષ-બાંધે પ્રિયમતીના ચરણમાં પડી બેલ્યા. “ત્યારે તમે તો અમારાં માશી થાઓ. - ૨૧એ', Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.