________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હે સુશ્રુરડીશ નહિ, આ દુ:ખ પૂર્ણ સંસારમાં ડગલે ને પગલે મનુષ્યને દુ:ખ જ પ્રાપ્ત થાય છે. માટે એમાંથી છુટવા તું એક ધમનું જ આરાધન કર, ધર્મ કરવાથી દુ:ખમાં પણ પ્રાણીને શાંતિ વળે છે–દુ:ખનો નાશ થાય છે. રોગીને ઔષધની માફક દુ:ખીને ધર્મ એ પરમ ઔષધરૂ૫ છે. જીનસુંદરી આશ્વાસન આપી રાણીને પોતાને ઘેર - તેડી લાવી. તેના માતાપિતાને આ દુ:ખી સ્ત્રીએ બધી વાત કહી સંભળાવવાથી જીનસુંદરીના માતા પિતાએ * તેણીને પોતાની પુત્રીની માફક રાખી. અનુક્રમે શુભ દિને રાણીને પુત્રનો પ્રસવ થયો, એ રાજપુત્રને નિરખી પ્રસન્ન થયેલા ધનંજય શ્રેષ્ઠીએ રાજાને પ્રસન્ન કરી કેદીઓને છોડાવ્યા તેમજ મોટો જન્મ મહાસવ કર્યો. પુત્રનું નામ કુસુમાયુધ રાખ્યું. બાલકુસુમાયુધ એ ધનંજય શ્રેણીના ઘેર વૃદ્ધિ પામતો અનુક્રમે બે વર્ષને થયો. તે સમયે એ શ્રીપુરનગરનો વાસવદત્ત નામે સાર્થવાહ ચંપાનગરી તરફ જવાને તૈયાર થયો. એ વાત જાણીને ધનંજય શ્રેણીઓ સાર્થવાહને પોતાની પાસે બેલાવી સર્વે હકીકત સમજાવી, પ્રિયમતીને પુત્ર સહિત વિશ્વાભરણથી સત્કાર કરી વાહન તથા માણસનો બંદોબસ્ત કરી તેના સાથે ચંપા તરફ રવાને કરી. - વાસવદત્ત સાર્થવાહ શ્રીપુરથી પ્રયાણ કરતો અનુક્રમે શિવવર્ધનપુર નગરમાં આવ્યું અને નગરના ઉદ્યાનમાં પડાવ નાખે, સાર્થવાહની સાથે આવેલી પ્રિયમતીએ પણ ત્યાં જ આ વૃક્ષની નીચે મુકામ કર્યો. ને એ સમયે શિવવર્ધનનગરનો શ્રી સુંદર રાજા ગુરે .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust