________________ એકવીશ ભવને નેહસંબંધ 443 ભૂખ અને તૃષાની વેદનાથી એ કારમો દિવસ પસાર થ, એ પદવીના કષ્ટથી દુ:ખિત સર્ય પણ અસ્ત થવાની . તૈયારી કરતો હતો તે સમયે તેણીને ભાગ્યયોગે કેઈક તાપસીને ભેટે થયો, ભયંકર અરણ્યમાં મનોહર અંગવાળી, સ્ત્રીને જોઈ તાપસી તેણીને આશ્વાસન આપી પોતાના - આશ્રમમાં લઈ ગઈ. આશ્રમની વૃદ્ધ ગુરૂણીએ રાણીને આવાસન આપી એના દુ:ખનું કારણ પૂછયું. પટ્ટરાણીએ પોતાની સર્વ કથા કહી સંભળાવી, વૃદ્ધ તાપસીએ આશ્વાસન આપેલી પટ્ટદેવી ભગવાનનું સ્મરણ કરતી ત્યાં આશ્રમમાં પોતાને સમય વ્યતિત કરવા લાગી. એ વૃદ્ધ તાપસીએ આશ્રમના કુળગુરૂને વાત કરી પ્રિયમતીને પોતાના વતન મેલવાની વ્યવસ્થા . કરવા જણાવ્યું - કુલપતિએ કેટલાક વૃદ્ધ તાપસની સાથે એક દિવસે પ્રિયમતીને રવાને કરી. ગર્ભના ભારથી ધીરે ધીરે ચાલતી પ્રિયમતી શ્રીપુર નગરમાં આવી. નગરના ઉદ્યાનમાં આરામ લેવા તે સહકારના વૃક્ષ નીચે બેઠી. સમીપે રહેલા જીનમંદિરમાં પૂજા સ્તવના જાણી રાણું જીન ભુવનમાં . આવી જીનેશ્વરને નમી. ભગવાનની સ્તવના કરવા લાગી. - તે સમયે જીનસુંદરી નામે શ્રાવિકા આ વિદેશી સાધર્મિકાને જાણી જીનપ્રાસાદથી બહાર નિકળ્યા પછી પૂછયું, “હે બહેન ! તમે કોણ છો ? ક્યાંથી આવો છો ??? : . પ્રિયમતી એને જોઈ રૂદન કરવા લાગી “બહેન ! મારા દુિ:ખની શી વાત કહું ?" ડુસકાં ભરતી ગદગદિત પટ્ટદેવી કંઠ રૂંધાવાથી કાંઈ બોલી શકી નહિ, તેણીને ધીરજ - આપતાં જીનસુંદરી બેલી. “હે ભાગ્યવતી ! આ સંસારનું સ્વરૂપ જ એવું છે જગતમાં નિરંતર કણ સુખી છે? પ્રિય શ્રીહકારની રચના કરવી P.P.AC. Gunra' n suri M.S. Jun Gun Aaradhak Trust