________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 32 મારા પ્રાણથી પણ અધિક પ્રિય આ આભૂષણને મેકલનારને હું ક્યારે જોઈશ?” કલાવતી આડીઅવળી વાતથી પરવારી પિતાના બને નાજુક હાથ પર ધારણ કરેલાં બાજુબંધને વારંવાર જોતી હર્ષ પામતી બેલી. એના હૈયામાં હર્ષની અવધી ન હતી. આંખો હર્ષથી હસી રહી હતી. માતાપિતાને મલવાના ઉત્સાહમાં એનાં રોમરાય વિકવર થયાં હતાં. આજે એનું મન આનંદના મહીસાગરમાં ડેલાયમાન થઈ રહ્યું હતું. | "બહેન! હવે અધિરાં થાએ નહિ. થોડાજ દિવસમાં તમે તમારા પ્રિયજનોનાં દર્શન કરશે, ખુશી થશે, પ્રિયજનને મેલાપ પણ ભાગ્ય વગર કાંઈ ઓછોજ થાય છે ? તમે તે મોટાં ભાગ્યવાળાં છો, નશીબદાર છો.” સખીએ કલાવતીનું મન પ્રસન્ન થાય તેવી રીતે કેમલ ભાષામાં જણાવ્યું કે એ સખીના વચનથી. કલાવતી પણ રાજી થઈ ગઈ અત્યારે એનો ઉત્સાહ પણ અખંડિત ને સંપૂર્ણ હતો આનંદના આવેશાથી એના મનરૂપ આકાશમાં અનેક નાની મોટી હર્ષની વાદળી આવતી ને વેરા–વિખરાઈ જતી. કારણકે સંપૂર્ણ રીતે સુખી અને સમૃદ્ધ માણસેની - સૃષ્ટિ હંમેશાં ગરીબે કરતાં નિરાળીજ હોય છે, “હા ! સખી તારી વાત સત્ય છે. આ બાજુબંધ જોવાથી જાણે પ્રત્યક્ષ.એ પિતે જ મારી સામે ઉભે હાય એમ જાણું હું ખુશી થાઉ છું. મારી ઉપર કેટલે બધે. એનો સ્નેહ છે? જગતમાં આ સ્નેહ ક્યાંય હશે કે ?" હર્ષાવેશમાં અત્યારે કલાવતી શું બોલી રહી છે તેનું પણ ભાન નહોતુ! તેમાંય મોટા માણસેના પ્રસંગે હમેશાં અનેરાજ હોય છે સ્વતંત્ર અને અપરવા માણસે બાલવામાં કે ચાલવામાં કેદની પરવાહ નથી હોતી. કેઈની P.P. Ac. Gunratnasuri M