________________ એકવીશ ભવને નેહસંબંધ પરિચ્છેદ 4 થે રંગમાં ભંગ. “ક્યા કરે ચાહને વાલેકા ભરોસા કે, જગતમેં કીસીકા હોતા નહી કે ઈ. નિશા સમયે નિશાનાથનો આભમાં ઝગઝગાટ હોવા છતાં રાજમહેલમાં અનેક દીપશિખાઓ અંધકારને ભગાડી રહી હતી, અનેક પંચરંગી દીપકેથી રાજમહેલની અપૂર્વ શેભા જણાતી હતી, મેટા મેટા રાજમાર્ગો તેમજ અનેક નાના મોટા શંખપુરના રસ્તા દીપકના તેજથી દીવસનું જ ભાન કરાવતા હતા. અનેક ધનાઢયોના પ્રાસાદો તેમજ મેટા મોટા રાજ્યાધિકારીઓના મહાલય પણ દીપકેની જતથી ઝગઝગી રહ્યા હતા તેમની સમૃદ્ધિને સચવતી દવાઓ-પંચરંગી પતાકાઓ હવામાં નૃત્ય કરી રહી હતી. : રાજમહેલના એક મનહર અને વિશાળ ખંડમાં પટ્ટરાણી કલાવતી પોતાની સખીઓ સાથે અત્યારે આમેદ પ્રમોદમાં વખત પસાર કરતી અનેક પ્રકારની વાર્તા કરી રહી હતી. આવતી કાલે અગર તો એક બે દિવસમાં કલાવતીને પિત ગૃહે જવાનું હોવાથી તેનું મન કાંઇક આનંદમાં હતું માતાપિતા તેમજ ભાઈને મળવાના સમયની આતુરતાથી રાહ જોતું હતું. અત્યારે તો દુ:ખ ને આફતની જરાક જેવડી ઝાંખીય ક્યાંય જણાતી ન હતી. સ્વિમામાંય આફતની ઝાંખી ક્યાંથી હોય! . - : “સખી! જે આ બાજુબંધ કેવા મનહર છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust