________________ એકવીશ ભવને નેહસંબંધ 33 દાક્ષિણ્યતામાં તેમને ગભરાવાનું કે વિચાર કરવાનું પણ હોતું નથી. - “તમારી વાત સત્ય છે બહેન, જગતમાં સ્નેહ એ તો મોટામાં મોટું અદ્દભૂત વશીકરણ છેજેમ મોરલીના મધુરા નાદને વશ થયેલે સાપ મૃત્યુનીય પરવા નહી કરતાં સ્થભીત થઈ જાય છે તેવીજ રીતે આપ પણ સ્નેહના વશથી અત્યારે કેવાં ડામાડેલ થઈ રહ્યાં છે ? દૂર છતાં પણ સ્નેહનું આકર્ષણ અનેરૂજ હોય છે. ચંદ્રનાં દૂરથીય દર્શન કરીને કુમુદિની શું નથી ખીલી ઉઠતી? ) ; નિર્દોષપણે કલાવતી અને સખીની થતી વાતચિત અકસ્માત આવી ચડેલા રાજાએ ગુપ્તપણે ઉભા રહીને સાંભળી અને મહીસાગરના તોફાનમાં નાવડીની જેમ રાજાનું મન ચગડેલે ચઢયું, કલાવતીના હાથ પર રહેલા બાજુબંધને જોઈ રાજાએ વિચાર કર્યો. ઓહો ! આ બાજુબંધ કોણે મોકલ્યા હશે, કેની ઉપરના સ્નેહની આ વાત કરે છે? આના હૈયામાં આટલે બધો સ્નેહ કેના તરફ ઉભરાઈ જાય છે? વાહ! શું આવું સ્ત્રીનું હૃદય? હું જ્યારે એના માટે મરી મથું છું ત્યારે આ તો કઈ બીજા ઉપરજ ઓવારી જાય છે? વાહ! દુનિયા વાહ ! વિધાતા! શું સ્ત્રીની અભિનયકળા છે ! બલવાના જુદા ને ચાવવાનાય જુદા ! આ તે સ્ત્રી કે રાક્ષસી? દેવી કે દાનવી! જે નારી પોતાના વિશ્વાસુ પતિને છેતરી જારી વિજારી રમે એને પાર બ્રહ્મા પણ શી રીતે પામી શકે છે. > શંખરાજના શંકાશીલ થયેલા મનમાં અનેક કાળી વાદળી આવીને પસાર થઈ ગઈ. ક્ષણ પહેલાંની પ્રાણવલ્લભા પ્રિયા કલાવતી માટે એનું સાશંકમન અનેક પ્રકારે હેમવાળું થવા લાગ્યું. માનવીના ચપળ મનને વિચારોના વિનિમય કરતાં શુ વાર લાગે? શખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust