________________ - 414 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - નામે બે વિદ્યાધરેશ્વરને સે સે કન્યાઓ છે. એ બને બેચરે એકદા રાધાવેધ કરતા તમારા પુત્રો ઉપર પુષ્પ વૃષ્ટિ કરીને ચાલ્યા ગયા. ને પોતાની પર્ષદામાં તેમના પરાક્રમની સ્વરૂપની ખૂબ તારીફ કરી તેમજ નિમિત્તિયાની વાણી સાંભળી એ કન્યાએ બન્ને રાજકુમારે પર ગાઢ રાગ વાલી થઈ. - નિમિત્તિયા પાસે વિવાહ દિવસ જોવરાવી એ બન્ને ખેંચરેંદ્રો પોતાના કન્યાદિક મોટા પરિવાર તેમજ અન્વય - સાથે અત્યારે આપના તરફ આવે છે જેની વધામણિ માટે અમને આપની પાસે મોકલ્યા છે. માટે આપ એમના સ્વાગતની તૈયારી કરો. વિદ્યાધરની વિનંતિથી રાજાએ ખુશી થઈને તૈયારી કરવા માડી, મંત્રી, સામંતો ને મોટા મોટા રાજપુરૂષ સહિત સર્વ સામગ્રી સાથે તેમની સામે રાજા સ્વાગત માટે નિમાયો. આખા નગરમાં એ વાત પ્રસરી જવાથી નગરીના લોકે પણ રાજી થઈને એ મહોત્સવમાં ભાગ લેવાને તૈયાર થઈ ગયા. પલકવારમાં સારાય નગરને શણગારી શોભામાં ઈદ્રપુરી સમાન બનાવી દીધું. પોતપોતાની કન્યાઓ સાથે આવેલા ખેચવેંકોનું સારી રીતે રાજાએ માન સન્માનથી આતિથ્ય કર્યું. તેમના ઉતારા માટે વ્યવસ્થા કરી, અનેક રાજપુરૂષો, રાજસેવક એ હેમાનોની સરભરા કરવા લાગ્યા. એક બીજાની મુલાકાતથી રાજા અને વિદ્યાધરેંદ્ર પરમસંતોષ પામ્યા, પછીતે વરપક્ષ અને કન્યાપક્ષ તરફથી વિવાહની ભારે તૈયારીઓ થવા લાગી, - સારા મુહૂર્ત અને શુભ દિવસે તે બન્ને રાજકુમારાનાં વિદ્યાધર બાળાઓ સાથે મોટી ધામધુમથી લગ્ન થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust