________________ એક્વીશ ભવને નેહસંબંધ 415 ગયાં, સુરગ વિદ્યાધરે કે પિતાની સો કન્યાઓ કનક વજ રાજકુમારને આપી ત્યારે સુવેગ વિદ્યાધરે પોતાની સો કન્યાઓ જયસુંદર કુમારને આપી, વિદ્યાધરેંદ્રો પિતપોતાની કન્યાઓનો લગ્નોત્સવ ઉજવીને પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. સુરકુમારની માફક એ કન્યાઓ સાથે ક્રીડા કરતા બન્ને રાજકુમાર રૂપવતી વિદ્યાધર બાળાઓને આનંદ આપનારા થયા, સિવાય એમના રૂપ, ગુણ અને સૌભાગ્યથી આકર્ષાયેલી અનેક રાજબાળાઓ દૂર દેશથી સ્વયંવરા આવીને તેમને પરણી, એ પ્રમાણે બન્ને રાજકુમારને પાંચસેં પાંચસેં કન્યાઓ થઈ, તેમજ ભરતાર્ધના રાજા એ મળેલા હાથી, ઘોડા, થે રૂદ્ધિ, સિદ્ધિવડે વૃદ્ધિ પામતા તેઓ અનુપમ ભેગેને ભેગવવા લાગ્યા, સુમંગલ રાજાની દીક્ષા પુત્રના પ્રતાપથી અસ્પૃદય અને ઐશ્વર્યમાં વૃદ્ધિ પામતા રાજા સુમંગલ પુત્રના અદ્દભૂત ભાગ્યનાં વખાણ કરવા લાગ્યા, “અહો ! આશ્ચર્ય છે કે મારા પુત્રના પુણ્યોદય જગતને હેરત પમાડે તેવો છે. જેમના પ્રભાવથી ભૂચર અને ખેચરના નરપતિઓ નિરંતર એમની સેવા કરે છે. વગર આમંત્રણ મોટા મોટા નરપતિઓ અને વિદ્યાધરપતિએ પોતાની કન્યાઓ અને સમૃદ્ધિ આપી જાય છે તો મોટા પુ દય વગર એ બધું શું બની શકે છે? આ તો મારે પણ હવે શું કરવા યોગ્ય છે? આ મેટું સામ્રાજ્ય પુત્રોની તરફેણમાં છેડી હવે મારી વયને ભાગ્ય પરલોક સાધન માટે મારે. આત્મહિત કરવું જોઈએ, ને ધર્મની સેવા વગર આત્મહિત થઈ શકતું નથી.. જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust