________________ E: પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરિછેદ મે કનકધ્વજ અને જયસુંદર સત્તરમા ભાવમાં બંગાળ દેશમાં આવેલી તામ્રલિપી નગરી પિતાની અનુપમ શાભાથી આજે અલકાપુરીને પણ જીતી ગઈ - હતી, ત્યાં સુમંગલ નામે રાજા ઈંદ્રના જેવો પરાક્રમી હતો. ત્યાંની સ્ત્રીઓની સુંદરતાથી પરાભવ પામેલી અપસરાઓ લજજાથી સ્વર્ગમાં છુપાઈ ગઈ હતી. મનુષ્ય રૂપવાન અને દેવતાની માફક ક્રીડા કરતા સુખમાં સમય પસાર કરતા હતા. એવી મનોહર સ્વર્ગપુરી તામ્રલિમી નગરીના રાજાને શ્રીપ્રભા નામે પટ્ટદેવી હતી. તેની કુક્ષીને વિશે ગિરિસુંદરનો જીવ ઉત્પન્ન થયો. તે સમયે મામાં સિંહથી અંક્તિ અને કુસુમાદિથી પૂજાએલી રત્નમંડિત દંડવાળી આકાશમાં નૃત્ય કરતી દવજાને જોઈ જાગ્રત થયેલી રાણુ ખુશી થતી રાજા પાસે ગઈ. રાજા પાસેથી પુત્ર જન્મની વાત સાંભળી ગર્ભનું પિષણ કરવા લાગી. સારા દોહદે રાણીને પુત્રપ્રસવ થયો તેનું નામ રાખ્યું કનકદેવજ, રાજાની બીજી રાણી સ્વયંપ્રભાની કશ્મીએ રત્નસારના જીવ નવમા દૈવેયકના સુખ ભોગવીને ઉત્પન્ન થયો, તેનું નામ રાખ્યું જયસુંદર, પિતાએ ધનવ્યય કરી બન્ને પુત્રોને જન્મ મહોત્સવ કર્યો. અનુક્રમે વૃદ્ધિ પામતા અને ભણી ગણી કલા વિશારદ થયા. તે સાથે નવીન યૌવનરૂપી વનમાં આવ્યા. ભવાતરના સ્નેહથી આ ભવમાં પણ એમનો સ્નેહ અપૂર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust