________________ 410 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મૃત્યુને માટે છે, યુવાની જરાવસ્થા માટે રહેલી છે, મેંગે, રોગોને કરનારા છે તો એવી તુછ ને અલ્પ કાળ વાળી. વસ્તુઓમાં કઈ પ્રાણી રાચીમાચીને આસક્ત થાય નહિ, ધર્મની ભાવના વાળા છ જ યત્નથી ધર્મકાર્યમાં જોડાઈ જીવનને સુધારી લે છે. ડાહ્યા જન તો બગડેલી બાજીને પણ છેવટ જતાંય સુધારી લે છે. જેઓ ભેગમાં આસક્ત બનીને પાપકાર્ય આંખ મીંચી કર્યું જાય છે ને ધર્મ કરવા માટે કુરસદ પણ મેળવી શકતા નથી, તેમને આખરે તો ભવાંતરે કુંભી પાકમાં પકાવું પડે છે. પરમાધામીઓની વેદના સહન કરવી પડે છે. મહા રૌરવ નરક દુ:ખના ભોક્તા થવું પડે છે. માટે હે ભવ્ય ! તમે પ્રમાદને. ત્યાગ કરી ધર્મને વિશે ઉદ્યમ કરનારા થાઓ !" શ્રી જયનંદનસૂરીશ્વરનો ઉપદેશ સાંભળી દીક્ષા માટે આતુર થયેલ રાજા નગરમાં આવી રાજકુમારસુસુંદરને રાજ્ય સ્થાપન કરી દીક્ષા લેવાને તૈયાર થયો. રાજાની સાથે રત્નસાર યુવરાજ પણ દીક્ષા લેવાને તૈયાર હેવાથી જીનેશ્વરની પૂજા રચાવી મોટે વર્યાપન મહોત્સવ કર્યો, શુભ મુદ્દત્ત બન્નેએ દીક્ષા ગ્રહણ કરી. અ૫ દિવસમાં તેઓ અગીયારે અંગના જ્ઞાતા થયા. ઉત્કૃષ્ટ સંયમના રંગથી રંગાએલા, ધ્યાન અને ક્રિયામાં તત્પર લગભગ સમાન તીવ્ર તપસ્યા કરતા તેઓ કુશાગવાળા થઈ ગયા. પૃથ્વી ઉપર વિહાર કરતા અને અનેક રાજાએથી પૂજાતા એ બે મહા મનિઓ અનુક્રમે અણ સણને આરાધી શરીરને પણ વસરાવી દીધું. પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરતા તે બન્ને મહામુનિએ કાલ કરીને નવમા સૈવેયકમાં એકત્રીશ સાગરોપમના આયુવાળા અને બે હાથ શરીર પ્રમાણવાળા અહ ઈક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust