________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 408 વિચારી રહ્યા હતા. રાહ એ જ ગઈ વાતનો શેક કરે છે. શ્રમણ્ય સુખના લોભી આપણને તુચ્છ સાંસારિક સુખમાં રાચવું યોગ્ય નથી. ગુરૂનો યોગ પ્રાપ્ત થતાં આ સંસાર કારાગ્રહમાં પૂરાઈ રહેલા આપણે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી મંડલપર વિહરશુ. એ જ ગ્રામ અને નગરને ધન્ય છે કે જ્યાં આપણા ગુરૂ જયનંદનસૂરીશ્વરજી વિચારી રહ્યા છે. ગુરૂરાજના આગમનની રાહ જોતા એ બને બાંધવો કાલક્ષેપ કરી રહ્યા હતા, તે દરમિયાન ગુરૂ મહારાજ ત્યાં આવી પહોંચ્યા, તેની વનપાલકે વધામણિ આપી. રાજા પોતાના બાંધવાદિક પરિવાર સાથે ગુરૂ જયનંદનસરીધરને વાંદવાને આવ્યો ને ગુરૂને વાંદી યોગ્ય આસને બેસી ઉપદેશ સાંભળવા બેઠા, ગુરૂએ પણ રાજાને ચોગ્ય જાણું ઉપદેશ આપે. - હે ભો! દુર્લભ મનુષ્યભવ પામીને વિવેકી એવા : તમારે ધર્મને વિષે યત્ન કરવો જોઈએ, કારણકે પિતા, માતા, ભાઈ, સ્ત્રી, પુત્ર, મિત્ર અને સ્વામી, કરતાં પણ ધર્મ અધિક શ્રેષ્ઠ છે. આ જન્મમાં કે પર જન્મમાં પ્રાણુને ધર્મ જેવું હિતકારી કોણ છે? દાંત વગર જેમ હાથી શેભા પામતે નથી, ચંદ્ર વગર નિશા શેભતી નથી, સુગંધ વગર પુષ્પ શેભે નહિ, જલ વગર સરોવર ભતું નથી, લવણ વગર અન્ન સુંદર લાગતું નથી, નિર્ગુણી પુત્ર તેમજ ચારિત્રહીન યતિ જેમ શોભતો નથી, તેમજ દેવ વગરનું મંદિર જેમ શોભતું નથી, તેમ માનવી પણ ધર્મ વગર શોભતો નથી. | માટે હે રાજન ! ધંતુરાના ફલના જેવા અસાર સંસારમાં તારે પ્રીતિ કરવી નહિઈદ્રજાલની માફક આંખો મીચાતાં આખરે કાંઈ નથી. કેમકે જન્મ છે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust