________________ 408 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પણ ડીજ કાંઈ કેઈની કાયમ ટકી રહે છે ? એ યુવાની ગઈ. મસ્તકના શ્યામ કેશ પણ શ્વેત વર્ણ ધારણ કરવાની હરીફાઈ કરી રહ્યા હતા, સુખ અને ભોગે ભેળવીનેય થાકી ગયા હતા. એવા સુખમાં પણ એ ભાગ્યવાનને એક દિવસે વૈરાગ્ય આવ્યો, * પિતાના પ્રતાપ તેજથી પૃથ્વી મંડળના શત્રુઓને જીતી લીધેલા હોવાથી આજે જગત ઉપર શાંતિનું મોજું ફરી રહ્યું હતું. પૃથ્વી મંડળના રાજાએ શું કે સુભટો શું સર્વે રંગ રાગમાં પડી ગયા હતા. લક્ષ્મીના સ૬ વ્યથથી અનેક દારિદ્ર રૂપી વૃક્ષને છેદી દાનનું અનુપમ ફળ ભોગવી રહ્યા હતા, જીનેશ્વરના પ્રાસાદ કરાવી જિન પ્રતિમાઓની સ્થાપના કરી જન શાસનને ઉદ્યત કરી રહ્યા ... ! હતા. દેવ ગુરૂ અને ધર્મની સેવા કરતા તે સાતેક્ષેત્રોમાં ધનને વ્યય કરતા તેઓ બની શકે તે પ્રમાણે શ્રાવક ધર્મની આરાધના કરી રહ્યા હતા. - રાજા ગિરિસુંદર એક દિવસે નિશાન ચતુર્થ પ્રહરે સ્વમમાં પર્વતના શિખર ઉપર રહેલે પિતાને જોયો. એ સ્વમ જોઈ જાગ્રત થયેલા રાજાના વિચારો કેવા નિર્મળ અને પવિત્ર હતા. પરમેષ્ટીમંત્રનું સ્મરણ કરતો રાજા પ્રાત:કાલે જાગ્રત થઈ જીનમંદિરમાં ગયો, જીનેશ્વરની સેવા પૂજા કરી નગરની બહાર ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષની છાયાનો આશ્રય લઈ રહેલા મુનિને ઈ વાંદવા આવ્યો મુનિએ ધર્મને યોગ્ય જાણી તેને ધર્મોપદેશ આપે, - મુનિના ઉપદેશથી વૈરાગ્યવત થયેલા રાજા ગુરૂને નમી ઘેર આવ્યા. દીક્ષાની ભાવનાવાળા ૨જાએ પોતાની અભિપ્રાય રત્નસારને કહી સંભળાવ્યો. રાજાની દીક્ષાની ભાવના જાણું રત્નસારે કહ્યું, “હે બંધો ! મૂર્ખ પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust