________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 407 માગે ત્યાં આવી શ્રીબલના સમાચાર જણાવી તેને ખુશી કર્યો. શ્રીગુખની સહાયથી ક્ષણમાં તેઓ મુંદ્રપુર આવી પહોંચ્યા, ત્યાં ભાઇને મળી શતબલ ઘણે રાજી થયો. સારા મુહ તે પણ લમણાને મહોત્સવ પૂર્વક પર, તે પછી અનુકમે તમે બન્ને રાજા અને યુવરાજ થયા. તમે ચારેએ પૂર્વ ભવે કરેલા સુપાત્રદાનથી આ ભવમાં તમને સુખ પ્રાપ્ત થયું. “એ રીતે સુરીએ શ્રીબલ વગેરેનો પૂર્વ ભવ કહી સંભળાવ્યો, પણ પેલા વિદ્યાધરની હકીકત ન આવવાથી રાજાએ પૂછયું, “ભગવાન ! એ વિદ્યા સાધવા ગયેલા વિદ્યાધરનું શું થયું ? " . વિદ્યા સાધતા એ વિદ્યાધરને દેવીએ છળવાથી એનું મગજ ખસી ગયું. ગાંડાની માફક જ્યાં ત્યાં ભટકતો તે અનુક્રમે કાંપિલ્યપુર નગર આવ્યો. ત્યાં અઠ્ઠાવીશ લબ્ધિ યુક્ત એવા મહા મુનિ હરિપેણ ગુરૂને જઈ તેમના તપોબળથી દેવીનો છી દૂર થઈ ગયો. પછી તો પશ્ચાસાપ કરતા તે વિદ્યારે ગુરૂ પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કેવળજ્ઞાન પામી તે વિદ્યાધર મુનિ મોક્ષે ગયા, >> ધર્મ સાંભળી વૈરાગ્ય પામેલા શ્રીબલ રાજાએ ગિરિસુંદરને રાજ્યગાદી સમર્પણ કરી, રત્નસારને યૌવરાજ પદ આપી શતબલ આદિ અનેક રાજ પુરૂષો સાથે દીક્ષા ગ્રહણ કરી. સંયમલક્ષ્મી ન્યાયથી પ્રજાનું પાલન કરતા બન્ને બાંધો (ગિરિસુંદર અને રત્નસાર) પુણ્યનાં મધુર ફલનો અનુભવ કરી રહ્યા હતા. એ રાજ્ય સુખમાં પાણીના પ્રવાહની માફક યુગના યુગ પસાર થઈ ગયા. રમણીય અને મનોહર યુવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust