________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અને વસ્ત્ર પહેરાવવા લાગ્યો, વારે વારે એના સુંદર શરીર પર પોતાના હાથને સ્પર્શ કરતાં રાજા તૃપ્તિ જ પામતો નહી, કલાના સુખને માટે રાજા શું ન કરતો ? પ્રિયાનું કાર્ય પોતે જાતે જ કરતો, પ્રિયાની સાથે જ ખાતો, પીતો અને વાર્તાલાપમાં તો સમય પણ જણાતો નહિ. સમય ઉપર સમય જવા છતાં પ્રિયાથી દૂર થવાનું એને પાલવતું નહિ. પ્રિયાના વદનને જોતો ત્યારે જ રાજાનું હૈયું ઠરતું હતું. એવાં જાદુઈ આકર્ષણ એમ સહેલાઈથી કેઈનાંય દૂર થયાં છે કે ? 1. પ્રિયાની સાથે વિવિધ પ્રકારે સુખને ભોગવતો રાજા રાજકાર્યમાં પણ મંદ ઉત્સાહવાળો થયો. મંત્રીઓને રાજકાર્ય ભળાવી દીધું. બીજે કંઈપણ ઠેકાણે જવું આવવું ય રાજાએ છોડી દીધું. એવી અનેક ઉપાધિઓને છોડી રાજા કલાવતી સાથે જ સમય વિતાડતો હતો. ખાન, પાન,ગાન- તાન, સ્નાન એ સર્વે કંઈ કલાવતી સાથે હોય તોજ એમાં આનંદ જણાતો હતો. કલા સિવાય સર્વ કંઈરાજાને નિરસ -નિર્માલ્ય હતું. જ્યાં અને ત્યાં રાજાને કલાવતીજ દેખાતી હતી. સુક્ષ્મ સ્વરૂપે એની દિવ્ય પ્રતિમા એની નજર સમક્ષ તરવરતી હતી. કલાવતીના પ્રેમમાં મશગુલ થયેલા શંખરાજને અત્યારે પ્રજાની કે રાજ્યની કંઈ પડી નહોતી. રાજ્યમાં નવાજુની શી બને છે તેની પણ રાજાને પરવા નહતી, એવું અનેરૂ સ્નેહબંધન રાજાને બંધાયેલું છે કે એક ક્ષણ પણ લાવતીને ન જુએ તો એને કંઈ કંઈ મનમાં થઈ જતું હતું. વિશેષ શું ? અત્યારે તે લાવલી એ -એક જ મહાન હતી. એની સાથેનાં ભેગતાં સુખ એજ એને મન સર્વસ્વ હતુ એના મધુર શબ્દોનું શ્રવણ એ રાજાને મન ઉચમાં ઉચ્ચ સંગીત હતું. અહોંનિશ એમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust