________________ એકવીશ ભવને સ્નેહસંબંધ જોઈને જ રાજા પિતાની દૃષ્ટિનું ફલ મેળવતે હતો, કલાવતીને મેળવીને જગતમાં પિતાને શું નથી મલ્યું ? મનુષ્યના સુખની પરાકાષ્ટાએ પહેલા એ માનવીને મનમાં થતું કે આવું સુખ કોઈને હશે વારૂ ? કલા જેવી રૂપ અને ગુણસંપન નારીઆ જગતમાં હશે કે ? અનુપમ ભેગને ભગવતી કલાવતીની નગરીની. નારીઓ પણ ઈર્ષ્યા કરવા લાગી. કેટલીક સમજુ રમણીઓ. એના સૌભાગની પ્રશંસા કરવા લાગી. કેટલીક પોતાને કલા જેવું સૌભાગ્ય, ભગવૈભવ, ઐશ્વર્ય મળે એ ખાતર ધર્મ કરવા તત્પર બની. સારાય નગરમાં એના ભાગ્યનાં વખાણ થવા લાગ્યાં. પંચવિષયજન્ય સુખને ભેગવનારાં. આ રાજા રાણીના ભાગ્યમાં તે શી ખામી હોય ! પ્રતિદિવસ વિવિધ સુખ ભેગવતાં તેમનો કેટલોક કાળી ચાલ્યો ગયો જેની એ દંપતિને ખબર પણ પડી નહી, સુખ અને દુ:ખ એ વસ્તુઓજ એક બીજાથી ઉલટી રીતે. છે. દુ:ખમાં અ૮૫ સમય પણ દીર્ઘકાલ જેવો લાગે છે ત્યારે, સુખમાં દીર્ઘકાળ પણ અલ્પ થઈ જાય છે; સુખમાં જેમ દેવતાઓને પોતાના જતા એવા કાળની ખબર પડતી નથી તેવી જ રીતે ચારેકોરથી સુખમાં પડેલા માનવીએ પણ. દેવતાની માફક જતા એવા કાળને જાણતા પણ નથી. * મનુષ્યને દુર્લભ એવા ભેગને ભેગવતાં કલાવતીએ એક સુંદર ભાગ્યવાન ગર્ભને ધારણ . એની પ્રતીતિ. તરીકે સુખે શયનાગારમાં પોઢેલી કલાવતીને એક સુંદર સ્વમ આવ્યું. સ્વપમાં કલાવતીએ રાત્રીના ચરમ પ્રહરે ક્ષીરદધિ જલથી ભરેલો સુવર્ણ કળશ જોયો. એ મનહર. કળશના ગળામાં પુષ્પમાળાઓ ગુંથેલી હતી. સુંદર ચિત્રો વિચિત્ર કમળથી એ કળશનું મુખ ઢંકાયેલું હતું. એવા એ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust