________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 33 “રાજકુમાર ! અમારા સ્વજન વર્ગને મુખ બતાવવામાં અમને શરમ આવે છે માટે અમને બધાને આ નરકાગારમાંથી મુક્ત કરનાર તમારૂં જ અમને શરણ છે, અન્યથા અગ્નિ. પણ અન્યવરને અમે વરશું નહિ. સર્વે કન્યાઓનો નિશ્ચય જાણી કુમાર વિચાર કરવા લાગ્યો. “દુષ્ટ વિધિને ધિક્કાર થાઓ. કે જેણે આ બાળાએને વિટંબનામાં નાખી. આ બધી અગ્નિ શરણ થાય, એ પાપ હું શી રીતે લઈ શકું? બલકે અત્યારે તો એમની ઇચ્છા સફળ થાઓ, એ સર્વે કન્યાઓ સાથે વિવાહ કાર્યથી પરવારી તેમની સાથે વિવિધ કીડા કરતો કુમાર એક માસ પર્યત એ પાતાલ ગૃહમાં રહ્યો. ભાઈની શોધમાં . લધુ બાંધવ રત્નસારને સ્નેહ યાદ આવવાથી એ બધીય પ્રિયાને પાતાલ ગૃહમાં રાખીને બહાર નિકળ્યો, રૂપ પરાવર્તન કરી ગિરિસુંદર નગરમાં આવ્યો. તો શેક વડે, આકુળ વ્યાકુળ નગરીને જોવાથી કેઈને પૂછયું તો. જવાબ મળે કે રાજકુમાર ગિરિસુંદર ચિરનો નિગ્રહ કરવા ગયા તે વાતને એક માસ થયો છતાં એમના કાંઈ સમાચાર નથી. જેથી તેમને શેાધવાને તેમના લઘુ બંધુ રત્નસાર પણ ગયેલા હોવાથી નગરી સહિત બધું રાજકુળ શેક સાગરમાં ડુબી ગયું છે. " એ વાત સાંભળી ગિરિસુંદર પણ બંધુ રત્નસારને શેધવાને ચાલ્યો. અનેક ગામ, નગર, શહેર, પર્વત વગેરે સ્થાનકે ફર્યો, આખી પૃથ્વી ઉલ્લંઘન કરી છતાં રત્નસારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust