________________ = 394 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સમાચાર ન મળવાથી દુ:ખી થયેલો તે કેઈ નગરની સમીપે રહેલા દેવકુલમાં આવ્યો, અનેક મુસાફરે ત્યાં ઉતરેલા હોવાથી પોતે પણ રાત્રી ત્યાંજ પસાર કરવાને. નિશ્ચય કર્યો. તે રાત્રીને સમયે બધા મુસાફરે એકઠા થઈ સુખદુ:ખની વાતો કરવા લાગ્યા, એ બધામાં એક મુસાફર બે .. “અરે ભાઈઓ! હું એક મજેહની વાત કહું તે સાંભળે : પ્રત્યક્ષ અનુભવેલી એ વાત છે. પરદેશનાં અનેક કુતુહલ જેવાને હું ઘરેથી નિકળ્યો, વનચર જીવોથી ખળભળી. રહેલા કઈ અરણ્યમાં અનુક્રમે આવ્યો ત્યારે ત્યાં મને એક સ્વરૂપવાન નરને ભેટો થયો એ રાજકુમારની સાથે મુસાફરી કરતાં અમે બન્ને મિત્ર બની ગયા, ભ્રમણકરતા અમે એક શૂન્ય નગરમાં આવી પહોંચ્યા. નગરમાં ફરતા ફરતા અમે રાજમહેલમાં ગયા છતાં કોઈ પણ મનુષ્યપ્રાણી અને મલ્યું નહિ. - નિશા સમય અમે રાજમહેલમાં જ પસાર કર્યો, ભરનિશા જામે છતે હું તો નિદ્રાવશ થઈ ગયો ને રાજકુમાર રત્નસાર જાગ્રતપણે મારું રક્ષણ કરવા લાગ્યો. ત્યારે મધ્ય ત્રીને સમયે એક વિકરાળસિંહ આવી પહોચે, તેણે રાજકમાર પાસે મારી માગણી કરી. “હે સુંદર! સુધાથી મહા પીડા પાખું છું માટે તારી પાસે સુતેલા નરને. ને આપી દે. " રાજકુમારે તે માગણી સ્વીકારી નહિ. “અરે સિહ મારે શરણે રહેલાને અપાય નહિ, પણ જે તું મુખ્ય હોય તો મને ખાઈ જા” રાજકુમાર રત્નસારની વાણીથી વિસ્મય પામેલે સિંહ બે. : “હે મહાસત્વ! ગમે તે હિસાબે પણ પિતાનું રક્ષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust