________________ 380 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, નથી આપ્યું ? એના વડે પ્રાપ્ત થતુ ખુદ મોક્ષનું સામ્રાજ્ય તો તેં મને આપ્યું છે, કારણકે ધર્મને ઉપદેશ કરનારા પુરૂ જગતમાં દુર્લભ હોય છે તો હે મિત્ર ! આપણે સાથે રહીને બન્ને રાજ્યને ભેગવીયે, જ્યારે રાજ્ય ભારને સમર્થ પુત્ર થાય ત્યારે એને રાજ્યમાં સ્થાપન કરી આપણે સાથે જ દીક્ષાને આદરશું.” પદ્યોત્તર રાજાનું વચન હરિવેગે અંગીકાર કર્યું “હે. મિત્ર! મારા મનમાં જે વાત હતી તે જ તમે કહી.” તે પછી બન્ને મિત્રો સાથે જ રહીને રાજ્ય ભેગોને ભેગવવા લાગ્યા, ચારિત્ર ગ્રહણ હરિવેગ અને પર્વોત્તર રાજા બન્ને સાથે રહીને ધર્મ કર્મ પણ પ્રીતિપૂર્વક કરવા લાગ્યા. મહાવિદેહાદિક ક્ષેત્રમાં, જઈને જીનેશ્વરેને વંદન કરી તેમને ધર્મોપદેશ સાંભળતા હતા, નંદિશ્વરદ્વીપાદિના શાશ્વતા ચમાં તેઓ યાત્રા પૂજાદિક બહુ ભક્તિથી કરવા લાગ્યા, જગતને આશ્ચર્ય કારી એવા બન્ને રાજાને ભેગવતા અને સુખમાં પોતાનો કાલ નિર્ગમન કરતા તેઓ ચિત્ય અને સાધુની પ્રત્યુનીકતાને નિવારતા મોટા પ્રભાવક થયા. ને જેનધર્મની અપૂર્વ સેવા બજાવી ધર્મની પ્રભાવના કરી. શ્રાવક ધર્મના ઉદ્ધાર માટે તેમણે પોતાની સમૃદ્ધિના વ્યય કરી નાખ્યો. જગતભરમાં ગરીબ શ્રાવકની શોધ કરતાં પણ જડે નહિ, પ્રજાને પણ કર વગરની કરી સુખી કરી. એ રામરાજ્યમાં લોકો મહા આનંદને પામ્યા, ચારીy. - જારી વિજારીને ભય નાબુદ થઈ ગયે, બ્રાહ્મણો પણ જન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust