SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 381 ધર્મને વિષે આદરવાળા થયા. ધર્મનું આરાધન કરતા જન ધનાઢયોને જોઈ અન્ય લોકો પણ તેમની અનુમોદના કરતા આસન્ન બોધિલાભવાળા ને મત્સર રહિત તે બંને સરળ સ્વભાવી થયા, અન્યદા રાજ્યભારને ધારણ કરવામાં સમર્થ તે બને. મિત્રો ગજનપુર નગરે આવ્યા, ત્યાં શ્રીમંત જેનો જૈન પ્રાસાદને વિષે મહાપૂજાઓને રચાવતા, ગીત, ગાન વાદિંત્ર અને નાટકાદિવડે મહાભક્તિથી મોટો મહોત્સવ કરતા હતા, એ ઉત્સવને જોઈ લકે પણ પરમ આનંદને પામતા હતા, આ બન્ને મિત્રો-રાજાઓ પણ મોટી સમૃદ્ધિવડે જીનભવનમાં આવ્યા. ભગવાનની પૂજાને જોઈ પરમ સંતોષને ધારણ કરનારા થયા થકા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, સ્તુતિ કરીને બન્ને રાજમિત્રો ચૈત્યથકી. પિતાના સ્થાનકે ચાલ્યા ગયા. માગમાં ધુળથી મલીન એવા કેઈ પુરૂષને બાંધીને મારતા અને બિભત્રા શબ્દોથી નવાજતા કેટલાક પુરૂષોને જેઈ રાજાએ હાકોટથા, “અરે મારા રાજ્યમાં આ શું અન્યાય ?' રાજાએ એ પુરૂષને પોતાની પાસે બોલાવી. મંગાથે. " - રાજાની પાસે રહેલા એ પુરૂષને જોઈ એને તાડના. કરનારા પુરૂષો બોલ્યા, “દેવ! નવકોડ દ્રવ્યના સ્વામી, વિરૂણ શેઠનો આ પુત્ર આપણાજ નગરનો એ વ્યવહારિયો, પણ જુગારના વ્યસનમાં રક્ત થયેલા તેને તેના પિતાએ ઘણે સમજાવો છતાં એ વ્યસનમાં આ કુલાંગાર ઘણું: દ્રવ્ય હારી જવાથી પિતાએ એને ઘર બહાર કાઢી મુકે, તો પણ ધૃતના વ્યસનથી એ વિરામ પામ્યો નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy