________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 379 અરે! કલ્પવૃક્ષનું ઉમૂલન કરી સ્તુતિ (થોર)ને કઈ વાવે? ચિંતામણિને બદલે કેઈ કાંકરા-પત્થરાને ગ્રહણ કરે? તેમજ અમૃતને ત્યાગ કરી તેને બદલે કોઈ વિષપાન કરે ? તેવીજ રીતે કેઈ દુર્મતિ પુરૂષ જ અહંત ધર્મને ત્યાગ કરી મિથ્યાધર્મને અંગીકાર કરે. ગુરૂના ઉપદેશ વગર એવા શુદ્ધધર્મની પ્રાપ્તી થતી નથી. એ તત્વત્રચીના ઉપદેશક ગુરૂ મહારાજ જ હોય છે. જેમ જલ વગર કમલ હોતુ નથી, સૂર્ય વગર દિવસ શું હોઈ શકે ? તેવી રીતે સ્વર્ગ અને મુક્તિને આપના ધર્મ ગુરૂ વગર ન હોઈ શકે, તો ગુરૂના સમાગમે એ સંસાર સમુદ્રથી પાર ઉતારનાર દુર્લભ જૈનધર્મ પૂર્વના પુણ્યથી પ્રાપ્ત કરી તેને આરાધવાનો હે ભવ્ય પ્રાણીઓ ! તમે પ્રયત્ન કરે ! કેવલી ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામેલા રાજા-. એ પડ્યોત્તર કુમારને રાજ્ય સ્થાપન કરી ભગવાન પાસે, દીક્ષા અંગીકાર કરી, ને પક્વોત્તર રાજાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. વિદ્યાધર ચક્રવત્તી હરિવેગ રાજાએ પોત્તર રાજાને વૈતાઢય પર્વત ઉપર પોતાના નગરમાં તેડી લાવી ખુબ આગતા સ્વાગતા કરી. પૂર્વના અપૂર્વ પ્રેમથી વશ થયેલા હરિવેગની ભક્તિમાં તે શી. ન્યૂનતા હોય? “હે મિત્ર! આ મારૂ બ શ્રેણિનું રાજ્ય અને પરં. પરાથી આવેલી પ્રાપ્ત થયેલી વિદ્યાઓને ગ્રહણ કરી. મને કૃતાર્થ કર! હરિવેગની વાણી સાંભળી પડ્યોત્તર બોલ્યો “તારા ને મારામાં શું અંતર છે? તારું રાજ્ય તે મારૂં છે ને મારૂં તે તારૂં છે. દુર્લભ એવો જૈનધર્મ આપીને તેં મને શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust