SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભાવનો સ્નેહસંબંધ 371 - - મેલાપ રજતમય વૈતાઢય પર્વતની પહેલી મેખલાએ ઉત્તર દક્ષિણે વિદ્યાધરની બે શ્રેણિઓ રહેલી છે એ શ્રેણિઓમાં રાજધાની સહિત સાઠ અને પચ્ચાસ નગર આવેલાં છે. ઉત્તર શ્રેણિની અંદર ગગનવલ્લભ નામે મનોહર અને દેવેની ભૂમિ સરખુ રમણીય નગર આવેલું છે. ત્યાંના રાજા કનકકેતુની કનકાવતી અને રત્નાવતી નામે બે રાણીઓ થકી કનકાવલી અને નાવલી નામે બન્ને પુત્રીઓ યૌવનવયમાં વિહાર કરી રહી હતી. સખીઓ સાથે ક્રીડા કરતી એ મનોહર બાળાઓની ખ્યાતિ બન્ને શ્રેણિઓમાં પુષ્પમાં સુવાસની જેમ પ્રસરી ગઈ. કારણકે જગતમાં રૂપનાં જાદુ અદભૂત હેય છે. નિમિત્તિયાએ એ બાળાઓની ભાગ્યરેખા જોઈ કહેલું કે જે એક બાળાને પતિ થશે તે એક શ્રેણિનો અધિપતિ થશે, ને બને બાળાઓને થનાર પતિ અને શ્રેણિનો અધિપતિ થશે. 22 એ મનહર લાવણ્યની પ્રતિમા રમી બાળાઓ માટે રાજાએ સ્વયંવરની રચના કરી. સ્વયંવરમાં આવેલા અનેક વિદ્યાધરોમાંથી એ બને બાળાઓ હરિવેગ કુમારને વરીને મોટા મહોત્સવપૂર્વક તેમનો વિવાહ ઉત્સવ ઉજવાયે, શ્વસુરના આગ્રહથી હરિવેગ ચેડા દિવસ રોકાઈને પછી તેમની રજા લઈ પોતાના નગરે પ્રિયાએની સાથે આવ્યો પુત્રને કવચ ધારી, ભાગ્યશાળી ને રાજભોગને એગ્ય જાણી એનો પિતા તારવેગ વૈરાગ્યને ધારણ કરતો મનમાં વિચાર કરવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy