________________ 370 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બતાવતા તને અમે કદાપિ મારશું નહિ.” વિદુરનૃપની વાણી સાંભળી કંઇક હસીને પદ્યોત્તર બે રાજન! રણમાં યુદ્ધ કરવાને આવેલ નર-પુરૂષ કદાપિ પુંઠ ફેરવતે નથી, તમારી તાકાત અજમાવે ! તમારી અભિલાષા પૂરી કરો. પછી રણ સંગ્રામની શરૂઆત થઈને કુમારે સિદ્ધ વૈતાલીનું સ્મરણ કર્યું, તે વિદ્યાના પ્રભાવથી શત્રુઓ જે જે શસ્ત્રો છાડતા તે શસ્ત્રોથી તે પોતેજ હણવા લાગ્યા. કુમારની આ અપૂર્વ શક્તિથી શત્રુરાજાએ કુમારના ચરણમાં પડયા, કુમારનો જયજયકાર થયે કુમારે સિદ્ધ વૈતાલી વિદ્યા સંહારી લીધી. ચંદ્રવજ રાજાએ વિદુરાદિક રાજાઓનું સન્માન કરીને વિદાય કર્યા ને અને કન્યાઓ સાથે કુમારનો વિવાહોત્સવ થયો. મોટી ધામધુમપૂર્વક એ વિવાહ પ્રસંગથી સારાય નગરમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો, ચંદ્રવજ રાજાના આગ્રહથી કેટલાક કાળ કુમાર શ્વસુરનગરમાં રહ્યો. ત્યાં બને મનમોહક મેહના સાથે વિવિધ પ્રકારે સુખને ભેગવવા લાગ્યો. અન્યદા ધસુરની રજા લઈને કુમાર અને પ્રિયાએ સાથે પિતાના પરિવાર સહિત પિતાના નગર તરફ ચાલ્યા પિતાના સૈન્યથી પૃથ્વીને આચ્છાદિત કરતો ક્રમે કરીને પોતાની નગરમાં આવ્યો. રાજાએ માટે પ્રવેશ મહોત્સવ કર્યો ને ભાગ્યવાન રાજકુમારને રાજાએ યુવરાજ પદવીથી વિભૂષિત કર્યો. એ વિધવલભ કુમાર પુણ્યનાં મધુર ફલને ભાગવત પિતાની છાયામાં પોતાનો સમય નિગમન કરવા લાગ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust