________________ એકવીશ ભવનો સનેહસંબંધ 767 ધર્મ પામી ગઈ, પુત્રીના મરણથી દુ:ખી થયેલી પુષ્પમાલાએ સ્તનપાનવડે તે મનોહર બાલિકાને ઉછેરવા માંડી. વનમાલા નામે વૃદ્ધિ પામતી એ બાળા નવીન યૌવનને આંગણે આવી. વસંતમુનિને પિતાના પદે સ્થાપન કરી કુલપતિ પણ સ્વર્ગે ગયા, પુષ્પમાલા પણ દિવવશાત્ કાળધર્મ પામી ગઇ, તે વસંતમુનિ હું પોતે, મારા ગુરૂએ મને કહેલું હતું કે “આ બાળાનો જે પતિ થશે તે મોટા મહારાજ-રાજાધિરાજ થશે તો આ બાળ વનમાલાને ગ્રહણ કરી મને આ મોહ બંધનમાંથી હે કુમાર! તું મુક્ત કર, - વસંત રાજર્ષિનું વચન અંગીકાર કરી કુમારે આશ્રમમાં વિવાહની ચોગ્ય સામગ્રી મેલવી વનમાલા સાથે પાણિગ્રહણ કર્યું વસ્ત્ર આભરણ કંઈક હતાં તે વનમાલાને આપી દીધાં. તેમજ પિતાનાં આભરણ અને સિદ્ધ વૈતાલિ વિદ્યા મુનિએ કુમારને આપી, એ રીતે એક મહાન ઉપાધિમાંથી રૂષિ મુક્ત થયા. એ નવોઢા પ્રિયા સાથે કેટલાક દિવસ ત્યાં સ્થિરતા કરી પછી રૂષિની-કુલપતિની અનુજ્ઞા મેલવી પદ્યોત્તરકુમાર મથુરાને માર્ગે ચાલ્યો. મથુરા નગરીમાં પક્વોત્તરકુમાર મથુરા નગરીમાં આવી પહોંચ્યો, રાજાએ તેનું સન્માન કરી તેના નિવાસ માટે ગોઠવણ કરી, દેશદેશના રાજાઓ અને રાજ કુમારે આવ્યા હતા, આખુય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust