________________ 368 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નગર તેમજ આસપાસનાં ઉદ્યાન અને વન માણસોથી ઉભરાઈ ગયાં. સ્વયંવરના સમયે મંડપ અનેક રાજકુમાર અને રાજાઓના ઝળહળાટથી ખળભળી રહ્યો. હીરા, માણેક, મોતી અને રત્નોથી વિભૂષિત રાજકુમારોના તેજને પાર નહોતો, પોતપોતાના મંચ પર ગોઠવાયેલા રાજકુમારે અને રાજાના મનમાં કંઇકંઈ અભિલાષાઓ તોફાને ચઢેલી હતી. રાજ્યકન્યાને વરવાની ઘેલછામાં તેઓ તેના આગમનની માગ પ્રતીક્ષા કરી રહ્યા હતા, | યથા સમયે બને કન્યાઓ હાથમાં વરમાલને ધારણ કરી મહા કીમતી વસ્ત્રાભરણમાં સજજ થઈને ગજગામિની ચાલે ચાલી મંડપમાં આવી પહોંચી, સખીઓથી વીટળાયેલી એ બાળાઓ પોતાના સૌદર્યથી અને ગીરવથી સભામંડપને ક્ષોભ ઉત્પન્ન કરતી, બધા રાજકુમારોને રૂપના જાદુથી સ્થભિત કરતી મંડપમાં પિતા પોતાના મંચ પર રહેલા રાજકુમારીનું અવલોકન કરવા લાગી. રાજકુમારે ઉપરને ભપકાદાર ઠડેરો જોઈ બાળાઓ મનમાં જરાક હસી. - દાસીએ નિવેદન કરેલા રાજકુમારોનો ત્યાગ કરતી અન્ને બાળાઓ પદ્યોત્તર કુમાર બેઠો હતો ત્યાં આવી પહોંચી. સર્વાગ સુંદર પક્વોત્તર કુમારને જોઇ અને બાળાઓની દષ્ટિ ત્યાં સ્થિર થઈ ગઈને એ પુરૂષ સૌદર્યમાં મુગ્ધ થયેલી બાળાઓની વરમાળ એ પુરૂષ તરફ આકષતી એના કંઠમાં પડી. ': એકજ નરને બને બાળાઓ વરવાથી મંડપમાં ખુબ ખળભળાટ પેદા થયો, રાજાઓ અને રાજકુમારે જાણે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust