________________ એકવીશ ભવન નેહસંબંધ 365. કર્યો. શુકકુમારના મંત્રીઓએ સારી રીતે રાજાને સમજા-- વવાથી રાજાએ પોતાની ગુણમાલા પુત્રી ગુણવાન શુકરાજકુમાર સાથે પરણાવી દીધી. - રાજાએ આપેલા રાજભુવનમાં પ્રિયા સાથે નિવાસ. કરતા રાજકુમારમાં સ્થિરતા, ગંભિરતા, દાક્ષિણ્યતા, આદિ, અનેક ગુણ હોવા છતાં ચંદ્રમામાં કલંકની માફક એક દૂષણ હતું તેને મૃગયાનું વ્યસન ખુબ લાગેલું હોવાથી. રોજ દૂરદૂર તે શિકાર કરવાને જંગલમાં જઈ, અનેક નિર્દોષ પ્રાણીઓને હણી નાંખતો હતો. રાજાએ પોતાના જામાતાને બંધ કરવા માટે સુમુખ. નામના એક ભટ્ટને આજ્ઞા કરી, સુમુખે શુકુમારની પાસે આવી ઉપદેશ આપવા માંડ્યો, “ઉત્તમ જનોએ જગતમાં લજજાકારી એવું આ પ્રાણીવધનું પાપ શા માટે કરવું જોઈએ? દીન, અનાથ અને પ્રમાદી તેમજ નાશી જતા જીને પાછળ પડીને ઘા કરે એ ક્ષત્રિય કુલાચાર ને કહેવાય રાજકુમાર ! અન્યને પીડા કરવાથી વિવિધ પ્રકારની વ્યાધિઓ, પ્રાણીઓને ભેગવવી પડે છે, અકાલે મરણ આવે છે. બીજાના પ્રાણનો વિયેગ કરવાથી પિતાને વિરહાગ્નિથી. દહન થવું પડે છે. ગર્ભપાત કરનાર, બાળકની હત્યા કરનાર ભવભવ અપત્યરહિત થાય છે. એકના પ્રાણનો નાશ. થાય છે ત્યારે એના ભાગે બીજાને આનંદ થાય છે. એકનું ઘર બળે છે ત્યારે બીજો મૂર્ખ એને અજવાળુ માની ખુશી થાય છે. મુળમાં તૃણ નાખેલા શત્રુને પણ શુરવીરે અભય આપે છે ત્યારે આ તૃણ ભક્ષણ કરનારા પશુઓને મારી નાખવા એમાં કઈ નીતિ છે? અરે ! શૌર્ય પણ શું ? એ ભટ્ટને ઉપદેશ સાંભળી કુમાર કાંઇક નિવૃત્તિ. એ છે, જાત કરી જાય છેજવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust