________________ 360 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રતિ કરે ? તપથી પ્રાપ્ત થનાર મુક્તીનાં સુખ પિતાને સ્વાધીન હોવા છતાં આ અસાર સંસારમાં કેણ રમે ? * માટે આ રાજ્ય, રમણી, હાથી, ઘોડા અને રથાદિક સર્વનો ત્યાગ કરી હું શ્રમણધર્મની ઉપાસના કરવાની ઇચ્છાવાળે થયે છું?” સૂરસેન રાજાની વૈરાગ્યમયવાણી સાંભળી રાણી મુક્તાવલી એમાં અનુમતિ આપતી બેલી “હે સ્વામી ! આપની વાણી સત્ય છે. આપે ભેગે પણ ભેગવ્યા, મિત્રોને પણ સંતોષ્યા, સામંત વર્ગને ખુશી કર્યા. પુત્ર પણ વૃદ્ધિ પામ્યો. વિશ્વમાં કીતિ પણ વિસ્તાર પામી. નર જન્મનાં પુણ્ય ફલ આપે ભોગવ્યા ને હવે જે ચારિત્ર અંગીકાર કરીયે તો જગતમાં આપણને શું નથી પ્રાપ્ત થયું ? " માટે સ્વામી ! ક્ષણ માત્ર પણ હવે એ કાર્ય માટે વિલંબ ના કરે, સંયમ રૂપી નાવ વડે ભવ સાગર ઉતરી જાઓ, કારણ કે ગુરૂને જેગ પામવો દુર્લભ છે. વળી સારા કાર્યમાં વિદને પણ ઘણાં આવે છે. 22 - રાણી મુક્તાવલીનાં વચન સાંભળી મંત્રી બેલ્યા ધમાં પુરૂષને કેઈપણ વિદન કરી શકતું નથી.” ' રાજાએ ચંદ્રસેન કુમારને શુભમુહર્ત પિતાની પાટે સ્થાપન કર્યો. નવા રાજાને શિખામણ આપી. “હે વત્સ! નરકને આપનારા આ રાજ્યમાં આસક્તિ ન રાખવી. કારોગ્રહ સમાન અને પરાધીન એવા રાજ્યને પામી લેચન છતાં માણસ અંધ થઈ જાય છે. સત્તાના મદમાં ભાન ભૂલી જાય છે. વગર મદિરાએ પણ એ રાજ્ય ઉન્માદને કરનારે છે. તેમજ વગર સાંકળે પણ બંધન જેવું છે માટે તેમાં બહુ મુંઝાઈ જવું નહિ, પ્રજાને પુત્રની માફક પાળવા અને અનીતિ દુરાચારને રાજ્યમાંથી નાશ કરવા મંત્રી * P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhal