________________ એક્વીશ ભવને નેહસંબંધ 361 ઓની હિતવાર્તાનો અનાદર કરવો નહિ. " ઈત્યાદિક ઉપદેશ આપી રાજાએ જીનમંદિરમાં અષ્ટાત્રિકા ઉત્સવ કરી શ્રાવકના સમુહને, વસ્ત્ર, રૂપું, સુવર્ણ, મણિ માણેક વગેરેનું દાન આપી ચંદ્રસેન રાજાએ મહોત્સવ કર્યો છે એવા રાજાએ ગુરૂપાસે આવી પ્રિયા સહિત દીક્ષા ગ્રહણ કરી. ' અનુક્રમે તેઓ રાજારાણી અગીયાર અંગનાં જ્ઞાતા થયાં. નિરતિચા૨પણે ચારિત્ર પામતાં રૂડી ભાવના વડે આત્માને નિર્મળ કરવા લાગ્યાં. તારૂપી અગ્નિ વડે કરીને તેમણે મહાન ગાઢ કર્મ પણ બાળી નાખ્યા ને આત્માને પાપથી રહિત-શુદ્ધ કર્યો. જનમતના જાણ એવા તેમણે મિથ્યાત્વ રૂપી વૃક્ષનો નાશ કરી રાગ અને દ્વેષરૂપ બને શત્રુઓનો નાશ કર્યો, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી ચેરે ચારિત્ર રૂપી ધનનું હરણ કરી જતા હતા. તેમને જીતીને વશ કરી લીધા, સંયમરૂપી સામ્રાજ્યલક્ષ્મીને પામતાં ત્રણ ગારવ રૂપી અરિત્રિકનો નિર્મમત્વરૂપી શસ્ત્ર વડે નાશ કરી નાખ્યો. ક્રોધાદિક ચારે કષાયોને પોતાના ચારિત્રના પ્રભાવે મંદ પ્રતાપવાળા કરી દીધા. કામદેવના માહાસ્યનો વિદ્વસ કરી દીધો ને પ્રમાદાદિ દોષોને હઠાવી દૂર કર્યો. એ પ્રમાણે અપ્રમત્તપણે ચારિત્ર ધર્મનું આરાધન કરતા મોક્ષની લક્ષ્મી તેમણે નજીક કરી. દીર્ઘકાલપર્યત ચારિત્રને પાળી અંત સમયે તેમણે એક માસનું અણુસણ કરી દીધું. નર ભવનું આયુષ્ય પૂર્ણ કરી રૂડા ચારિત્રના પ્રતાપે પ્રથમ રૈવેયકને વિષે ત્રેવીશ સાગરોપમના આયુષ્યવાળા અનુક્રમે તે બન્ને ઉત્તમ દેવ થયા અને ઈકની પદવીને પ્રાપ્ત થયા. - ચૌદ રાજલેકરૂપી પુરૂષના ગળા સ્થાનકે યક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust