________________ ર૫૪ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મંત્રીઓએ સમજાવી તેને રાજ્યાભિષેક કર્યો. રાજ્યસુખને અનુભવ કરતાં સરસેન રાજાનો બહુ કાળ ચાલ્યો ગયે, ત્યારે મુક્તાવલી પટ્ટરાણીને ચંદ્રસેન નામે પુત્ર થયે, કુમાર ચંદ્રસેન પણ વૃદ્ધિ પામતો કલાઓનો પારંગામી થઈ યૌવનવયમાં આવ્યો. પિતાએ તેને આઠ રાજકન્યાઓ પરણાવી. તેની સાથે વિષય સુખ ભોગવતો ચંદ્રસેન પિતાની છાયામાં સુખમાં સમય પસાર કરતો હતો . અન્યદા શતકલ આવી પહોંચે તે સમયે રાજા મંત્રીઓના કહેવાથી અશ્વોની પરીક્ષા કરવા માટે હયારૂઢ થઈને નગરની બહાર આવ્યું ત્યાં અશ્વોને દોડાવી એમના ગુણદોષની પરીક્ષા કરતાં મધ્યાહ્ન સમય થયો, ત્યારે તાપથી વ્યાકુળ થયેલ રાજા ત્યાં વૃક્ષની છાયામાં આરામ લેવાને માટે બેઠે. તે સમયે સૂર્યની સામે દષ્ટિ સ્થાપન કરી ધ્યાન અને તપને કરતા મુનિ ઉપર દૃષ્ટિ પડતાં રાજા તરતજ એ મુનિ પાસે આવીને નપે. મુનિની ઉગ્ર તપસ્યા વડે ભક્તિથી રોમાંચ અનુભવતો રાજા સ્તુતિ કરવા લાગ્યા. - સ્તુતિ કરી પરિવાર સહિત રાજા હાથ જોડી મુનિની આગળ બેઠે, મુનિએ પણ ધ્યાન પૂર્ણ કરી રાજાને ધમ દેશના આપી. હે રાજન ! ડાહ્યો માણસ રોગની માફક ભાગમાં રક્ત થતો નથી. અસાર અને અસ્થિર ભેગને રોગનું મૂળ તેમજ દુર્ગતિને આપનારા જાણીને તે તજી દે છે. ભેગવિષય ભોગકાલે તે મધુરા હોય છે પણ એનાં પરિણામ દારૂણુ-ભયંકર છે. હે રાજન ! દુઃખથી નિરંતર પીડા પામતા નારકીઓને ભેગ સામગ્રી હોતી નથી. વિવેક રહિત પશુઓને પણ તથા પ્રકારની સામગ્રીને અભાવ હોય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust