________________ એકવીશ ભવનો સ્નેહ સંબંધ 353 જવાબમાં કુમાર બોલ્યો. “સુર કહેતાં દેવતા કામદેવ દેવ છે, સૂર કહેતાં સૂર્ય જગતનો આધાર છે કમલિનીને પ્રિય પણ સૂર્ય છે. કેમકે સર્યના કિરણે કમલિનીને વિકસ્વર કરે છે. ને મુક્તાવલીને મનમેહન સુરસેન કુમાર છે. " . છે એ પ્રમાણે શાસ્ત્રના વિનોદમાં એ નવ પરણીત યુગલ પોતાને કાલ સુખમાં વ્યતીત કરતું હતું. દેવતાની માફક તેમને જતા એવા કાલની પણ ખબર પડતી નહિ. ; અન્યદા નરસિંહ રાજા સ્નાન કાર્યથી પરવારી અલંકાર ધારણ કરવાને આરીસા ભુવનમાં આવ્યા. આરીસામાં પોતાના દેહની શેભાને જોતાં તેમને વૈરાગ્ય આવ્યો. યૌવનવયમાં જે શરીર મજબુત, મનોહર હોય છે તેની વૃદ્ધાવસ્થામાં શી દશા થાય છે ? ભ્રમરની કાંતિ સમાને શ્યામ કેશ પણ આ અવસ્થામાં કપાસના જેવા વેત થઈ જાય છે. હાથના ગંડસ્થલની માફક જે જેઘાએ યુવાની કાળમાં જણાતી હતી તે કીક જંઘા માફક અત્યારે કેવી દુર્બલ થઈ ગઈ છે ? આવા અનિત્ય અને અસાર શરીરને માટે મેં અજ્ઞાનીએ અત્યાર લગી બહુ કષ્ટ ભેગવ્યું છતાં આત્મ હિત કર્યું નહિ. અરે ! આ દુ:ખપૂર્ણ સંસારમાં કાંઈ સુકૃત કર્યું નહિ, - એ રીતે ભાવના ભાવતાં નરસિંહ રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું ને વૈરાગ્યથી રંગાયેલો રાજા પ્રત્યેકબુદ્ધ થયો. સિંહના જેવા પરાક્રમી રાજા પછી તો પંચ મુષ્ટિ લેચ કરી સંયમ ગ્રહણ કરવા તૈયાર થયે, દેવતાએ સાધવેષ અર્પણ કરવાથી એ વેષને ધારણ કરી નરસિંહ રાજર્ષિ ગૃહરૂપ ગહવરમાંથી બહાર નિકળી પૃથ્વી ઉપર વિહાર કરતા ભવ્ય જિનેને બોધ કરવા લાગ્યા, પિતાની ત્યાગવૃત્તિથી શેક ગ્રસ્ત થયેલા કુમારને P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust