SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 355 મનુષ્યમાં ભેગ સામગ્રી હોવા છતાં પ્રિય વિજેગ, રોગાદિ તેમજ અલ્પ કાળ માટેના ભાગો હોય છે. દેવતા ભોગો પંડિતના મનને મોહ પમાડી શકતા નથી તો એ અસાર ભોગોને ત્યાગ કરી તમારે આત્મહિત સાધી લેવું.” - મુનિની વાણી સાંભળી રાજા નગરમાં ચાલ્યો ગયો. મુનિના ગુણને નિશા સમયે પણ યાદ કરતો રાજા નિદ્રા વિશ થઈ ગયો. બ્રાહ્મ મુહૂર્ત દેવ દુંદુભિથી રાજાની નિકા નાશ પામી. મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયેલું જાણી રાજા મોટા આડંબરથી મુનિને વાંદવા આપે, દેવતાઓથી મહોત્સવ પૂર્વક પૂજાતા મુનિને જોઈ રાજા અધિક હર્ષવાન થઈ કેવલીને નમી સ્તુતિ કરી બે હાથ જોડી મુનિના મુખમાંથી નિકળતા વાક્યામૃતનું પાન કરવા લાગ્યો. એ સમયે કોઈ તેજસ્વી અને જય જય શબ્દ કરતો દેવપુરૂષ મુનિના ચરણમાં નમે તેને જોઈને ખુશી થયેલા રાજાએ કેવલી ભગવાનને પૂછયું, “હે ભગવન ! આ કાણ પુરૂષ છે ? આપની ઉપર અત્યંત ભક્તિવાળે છે એનું કારણ શું ? રાજાનો પ્રશ્ન સાંભળી કેવલી ભગવાને એ પુરૂષનું ચરિત્ર પર્ષદા આગળ સર્વના લાભને માટે કહેવું શરૂ કર્યું. રાત્રિભોજનનું ફલ. - જેમ જેમ સમ્યકત્વ શુદ્ધ થાય છે તેમ તેમ દેવગુરૂ અને ધર્મ ઉપર શુદ્ધ ભક્તિરાગ જાગે છે તેમાંય વળી આ પુરૂષની ભક્તિનું કારણ હે રાજન ! તુ સાંભળ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy