________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 351 સુવર્ણથી કોટિ દ્રવ્ય દાન આપ્યું તે પછી પુત્રીને સારી રીતે શિખામણ આપી પ્રિયા સહિત વિદ્યાધરરાજ પિતાના નગર તરફ ચાલ્યો ગયો. માતા પિતાના વતન તરફ જવાથી વિદ્યાધરબાળા મુક્તાવલી શેક કરવા લાગી. માતા પિતાનો વિયોગ અને વારંવાર યાદ આવવાથી બાળા ઉદાસ રહેવા લાગી. કિંઈપણ વિનદના સાધનોમાં એને આનંદ આવતો નહિ, છતાં પૂર્વભવના સ્નેહથી રાજકુમાર નાજરની માફક એની આગળ હાજર રહી એના મનોવિદ માટે અનેક પ્રયત્ન કરતો હતો. દેવદુર્લભ નાટક બતાવી એના મનને રીઝવવા તે પ્રયત્ન કરતો હતો. ગીત, નૃત્ય વગેરે અનેક મનહર દશ્યો એના આનંદ માટે પ્રતિક્ષણે એની નજર સમક્ષ હાજર રહેતાં હતાં. અનેક વિજ્ઞાન ભર્યા કૌતુકે વડે પણ એ વિદ્યાધરતનયાને રીઝવવાના પ્રયત્ન થતા હતા. પૂર્વના સ્નેહને આ ભવમાં અનેક રીતે એ બાળા સમક્ષ પ્રગટ કરતો શરસેન એના શાકને ભૂલવી સુખને ભગવતો ક્ષણની માફક સમયને પસાર કરતો હતો. સમય જતાં વિદ્યાધરબાળા પણ માતા પિતાના વિયોગને ભૂલી કુમાર સાથે સુખમાં સમય વ્યતીત કરવા લાગી. સૂરસેનને રાજ્યપ્રાપ્તિ ' દેવ સમાન ભોગને ભેગવતાં તેઓ બને જતા એવા સમયને પણ જાણતાં નહિ. એક દિવસે સુખમાં કાળનિર્ગમન વ્હરતાં મુકતાવલીએ પોતાના સ્વામીને પ્રશ્ન પૂછયો છે, સ્વામિન ! વિજ્ઞાનની વૃદ્ધિ થાય અને મનને આનંદ આપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust