SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ 350 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાણીએ પણ વિદ્યાધરીને દાન અને માનથી સારી રીતે સત્કાર કર્યો. માન, અને ખાન, પાન આદિ રાજાના સત્કાર અને સન્માનથી ખુશી થયેલાં વિદ્યાધર અને વિદ્યાધરી પિતાના રાજ્યમાં ચાલ્યાં ગયાં. વૈતાઢયના પિતાના રમણુંય નગરમાં રાજ્ય કરતા એ વિદ્યાધરને પિતાની વિદ્યાધરી સાથે ભેગોને ભોગવતાં પુષ્પ - સુંદરીને જીવ અગીયારમા સ્વર્ગથી સ્થવી એ વિદ્યાધરીની કુક્ષીમાં કન્યારૂપે ઉત્પન્ન થયો. તે સમયે રવિકાંતાએ સ્વપનામાં મનહર કાંતિવાળી મેતીની માળા જોઈ. ગર્ભનું પોષણ કરતાં એ વિદ્યાધરીને અનુક્રમે પૂર્ણ માસે પુત્રીને જન્મ થયો. સુંદર અંગોપાંગવાળી તે કન્યાને જોઈ માતા પિતા ખુશી થયાં, પુત્રીને જન્મ મહોત્સવ કરી રાજાએ સ્વપ્નને અનુસરે એનું નામ રાખ્યું મુક્તાવલી, સમયને જતાં કાંઈ વાર લાગતી નથી. કલાનો અભ્યાસ કરતાં શુરસેન મુક્તાવલી બંને અનુક્રમે યૌવનવયમાં આવ્યા જીનેશ્વરની પૂજા અને સાધુજનની ભક્તિ કરતાં, ચંદ્રના જેવા ઉજ્વળ યશવાળાં, તે તીવ્ર વિષય કષાયથી રહિત લેકેને દર્શન વડે આનંદ આપનારાં થયાં. એકદા જયવેગ વિદ્યાધર પોતાની વિદ્યાધરની સમૃદ્ધિને વિસ્તારતો પિતાના પરિવાર સહિત પુત્રીના લગ્ન માટે મિથિલા નગરીએ આવી પહોંચે. સેના સહિત મેટા પરિવારવાળા વિદ્યાધરનું રાજાએ સન્માન કર્યું ને એમની ઉતારા માટે વ્યવસ્થા કરી. રાજા, મંત્રીઓ, રાજપુરૂષ એમની સરભર કરવા લાગ્યા. કુમાર અને કુમારીના વિવાહ નિમિત્તે નગરીને સુશોભિત કરી સ્વગપુરી સમાન બનાવી એક શુભ દિવસે મોટા મહોત્સવ પૂર્વક કુમાર કુમારીનાં લગ્ન થઈ ગયાં. કરમચન સમયે વિદ્યાધરે બહુ રત્ન અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy