________________ 348 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અમારે ભાગ્યોદય છે કે તમારા જેવા સજ્જનોનો અમને સમાગમ થયો. >> - તમારા જેવા પુરૂષોને વિધાતા પુણ્યના પરમાણુએથી બનાવે છે, તો પણ તમારા જેવા ભાગ્યશાળીને આત ક્યાંથી? છતાં સંપત્તિ અને વિપત્તિ મહાન પુરૂષોને હોય છે, હીન પુરૂષને નહિ, ક્ષય અને બુદ્ધિ ચંદ્રને હેાય છે અગણિત એવા તારાઓને નહિ. તે હે મિત્ર ! તમને આ કષ્ટ શી રીતે પ્રાપ્ત થયું તે કહે ? - રાજાની વાત સાંભળી વિદ્યારે પિતાનું વૃત્તાંત કહેવું શરૂ કર્યું. “હે સજન! દેવતાઓથી અધિષ્ઠિત વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિમાં રનધર્મપુર નગરને વિષે જયંત રાજા રાજ્ય કરતો હતો તેને જયવેગ નામે હું પુત્ર. એ જ વૈતાઢયની ઉત્તર શ્રેણીના કુંભપુર નગરનો ધનામે રાજા હતો તેણે મારી મોટી બેનને મારા પિતા પાસે . માગી પણ તેનું અલ્પ આયુષ જાણીને મારા પિતાએ કન્યા આપી નહિ. અને સચલપુરપતિ અનંતગ વિદ્યાધરને આપી. એ વૃત્તાંત જાણી કોપ પામેલે ધરરાજા મારા પિતા સામે યુદ્ધ કરવાને આ મેટું રણયુદ્ધ થયું તેમાં મારા 'પિતાએ ધરરાજને મારી નાખ્યો. તેનો પુત્ર કિન્નર અમારા પર વૈરને ધારણ કરતાં મને શત્રુનો પુત્ર જાણી છિદ્રને શોધતો તે સમયની રાહ જેવા લાગ્યોએકદા મારી પ્રિયા સાથે ક્રીડા કરવાને તમારા નગરની સમીપે આ અરણ્યમાં આવ્યો. અહીંયાં મારી પ્રિયા સાથે ક્રીડા કરતો જાણી મને તીવ્ર પ્રહાર કરીને નાશી ગયો, તેના પ્રહારની પીડાથી હું મૂચ્છિત થઈ ગયો, મારી આવી દશા જોઈ મારી પ્રિયા દુ:ખથી રૂદન કરવા લાગી. તેને રૂદન ધ્વનિ સાંભળી તમે આવી પહોંચ્યા તે પછીની હકીકત તો તમે જાણે છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust