________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 347 ઉદયે મયુરી જેમ પરમ આનંદ પામે તેવી રીતે હર્ષને ધારણ કરતી મહાદેવી ગર્ભનું સારી રીતે પાલન કરવા લાગી, સાતમે મહિને રાણીને દેહદ ઉત્પન્ન થયો. સમગ્ર સૈન્ય સહિત હું રાજ્ય લીલાનો અનુભવ કરતી વનક્રિડા કરવા જાઉં.” રાજાએ રાણીની એ અભિલાષા પૂર્ણ કરી કેમકે સ્નેહના વશ થકી માણસ શું શું નથી કરતો ? પટ્ટરાણી ગુણમાળા ગંધહસ્તિ ઉપર આરૂઢ થઈ, મંત્રીઓ એની આજુ બાજુએ રહ્યા, સામંત નરપતિએ એની સેવા કરવા લાગ્યા, રમણીઓ એની સ્તુતિ કરવા લાગી. અદ્દભૂત દાન વડે દીન, અનાથ અને રંકજનોને સંતોષ પમાડતી, ભાટચારણે વડે બિરૂદાવી બેલાવાતી નગરીની બહાર રાજાની સાથે અરણ્યમાં વનકીડા કરવા લાગી, એ સમયે કરૂણ સ્વરે રૂદન કરતી કોઈક સ્ત્રીને શબ્દ સાંભળી રાણી બેલી “હે સ્વામીન! મને લાગે છે કે વિદ્યાધરી રૂદન કરે છે તો તેની પાસે જઈને કંઈક ઉપકાર કરીયે. કારણકે શાસ્ત્ર બોધને માટે, ધન દાનને માટે જીવિત ધર્મારાધન માટે અને પંડિત પુરૂષોનું શરીર પરોપકાર માટે હોય છે. રાણીનાં વચન સાંભળી બન્ને જણા શબ્દને અનુસારે તે સ્થળે ગયાં કે જ્યાં પ્રહારની પીડાથી આકૂળ વ્યાકુળ થયેલ વિદ્યાધર મહાવ્યથા અનુભવી રહ્યો હતો. તેની આગળ દિવ્ય સ્વરૂપા વિદ્યાધરી આંખમાંથી અમૃપાડતી રૂદન કરી રહી હતી. તેને જોઇને કરૂણાપૂર્ણ હૃદયવાળા. રાજાએ યોગીએ આપેલા મણિને જળમાં પ્રક્ષાલિત કરી એ જલના સિંચન વડે ઘાવને રૂઝવી દેવાથી પ્રાપ્ત ચેતનાવાળા વિદ્યાધર સાવધ થઈ રાજાને કહેવા લાગ્યો. “અહો!. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust