________________ એકવીશ ભવને નેહસંબંધ 343 નમસ્કાર કરી તે સ્ત્રીને રજા આપી. નાગપત્નીના અદશ્ય થવા પછી રાજાએ ભેગીને એકાંત સ્થળે લાવી કહ્યું, તમારી આવી અપૂર્વ શક્તિ આશ્ચર્ય પમાડે તેવી છે, તમે જ્યારે આવી અદ્દભૂત શક્તિ ધરાવો છો તો મને એક પુત્ર આપે, મારાં દુઃખ દૂર કરે. ““હે રાજન ! મોટા માહામ્યવાળા મારે એ કાર્ય શુ હિસાબમાં છે ? સમુદ્રનો પાર કરનારને ખાબોચીયાને હિસાબ ન હોય. કૃષ્ણ ચતુર્દશીના દિવસે રાત્રિને સમયે ખગ હાથમાં ધારણ કરી તમારે એકલાએ પિતૃવનમાં આવવું. ત્યાં જ્વાલિની દેવી તમને પુત્ર આપશે. બીજી પણ તમારી અભિલાષા પૂરી કરશે. તેમજ તમારી સહાયથી મારી ઉપર પણ એ દેવી પ્રસન્ન થશે. યોગીની વાત અંગીકાર કરી રાજાએ ચગીને વિદાય કર્યો. એ વાત મંત્રીઓએ જાણીને રાજાને કહ્યું, “મહારાજ ! આપ એકાકી ત્યાં જાઓ એતો ઠીક નહિ એવા માયાવી ભેગીનો વિશ્વાસ ન કરવો, જગતમાં જીવો તો કર્માધીન ને ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોય છે તેમાંય યોગીઓને તો વિશેષ કરીને વિશ્વાસ કરવો નહિ. તેમ છતાં રાજાએ ભેગીની વાત અંગીકાર કરી હેવાથી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ સંધ્યા સમયે પિત વનમાં (સ્મશાનમાં) આપે. યોગી પણ સર્વ સામગ્રી સાથે ત્યાં આવી દીપક પ્રગટાવી મંડલ આલેખી મંત્ર જપવા બેઠો. તેણે દેવતાઓને બલિ બાકુળ આપી રાજાને કહ્યું. “હે સાહસિક ! દક્ષિણ દિશાએ જતાં મેટું વડલાનું વૃક્ષ આવે છે. એની શાખાએ એક શબ બાંધેલું છે તે લાવીને અહીં હાજર કર.” યોગીની વાણી સાંભળી રાજા એ દિશા તરફ વડલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust