SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ 344 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નજીક આવ્યું. વડલાની શાખા ઉપર ચઢી તેની સાથે બાંધેલા મૃતકના બંધ કાપી એ મૃતકને લઈ રાજા વડની નીચે ઉતર્યો. તે દરમિયાન મૃતક ફરીને એ શાખાએ જઈ વળગ્યું. રાજા ફરીને વૃક્ષ ઉપર ચઢયે મૃતકના બંધ કાપી મૃતકની સાથે નીચે ઉતર્યો. - રાજાના સાહસની પરીક્ષા કરતો એ મૃતકની અંદર રહેલ વ્યંતર બેલ્યો. “હે રાજન ! જે મારો પીછો નહિ છોડે તો હું તને મારી નાખીશ, ખંડ ખંડ તારા ટુકડા કરી ભૂતોને બલિદાન આપીશ. વ્યંતરના હાકોટવા છતાં રાજાએ પોતાનું મૌન છોડયું નહિ. વ્યંતરને કંઈ પણ જવાબ ન મળવાથી રાજાને ભયભીત કરવા માટે હજારે ભયંકર રૂપે પ્રગટ કરી ભયંકર ત્રાડો પાડવા લાગ્યા તોપણ વ્યંતરની એ ભયંકરતા રાજાના હૃદયને લેશ પણ સ્પેશી નહિ શકવાથી રાજાના સત્યથી પ્રસન્ન થયેલા વ્યંતર બે ... : હે વીર ! હે ધીર ! પિતાના કાર્યને પાર પાડનારાએમાં તું મુગુટ મણિ છે. તારા નિશ્ચયપણાથી હું પ્રસન્ન થયો છું. કિંતુ એક સત્ય વાત સાંભળ, રાજન ! તું પુત્રની આકાંક્ષાવાળે છું. છતાં પ્રસન્ન થયેલો આ યોગી તારી આશા પૂરશે નહિ. યોગી માયાવી છે, ને તું સરલ સ્વભાવી છે. તારા દેહનું બલિદાન કરી યોગી પોતાની વિદ્યા સિદ્ધ કરવા ચાહે છે. ઇંદ્રજાળથી નાગનારી બતાવવાથી તું તો એને વિશ્વાસુ બની ગયો છે પણ એક દુજેન શિરોમણિ ભેગી તારે ત્યાગ કરવા યોગ્ય છે. માટે એ ખલના વિશ્વાસ ન કરતાં હું કહું તે સાંભળ, બળ પુરૂષે પોતાના અલ્પ કાર્ય માટે મહાન પુરૂષોને કષ્ટમાં ઉતારે છે. કેઢીયા મક્ષિકાના અભાવ માટે સૂર્યાસ્તને શુ નથી ઈચ્છતો ! P.P. Ac. Gunratnasuri M.S. Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy