________________ 336 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, મહોત્સવ કર્યો, ને સિંહસેન નરપતિએ ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરૂની પાસેથી ઉચ્ચરેલાં મહાવ્રતને રૂડી રીતે ચાલવા લાગ્યા. બે પ્રકારની ગ્રહણ અને આસેવન શિક્ષા ને ગુરૂ પાસેથી ધારણ કરતા, કષાયોને વશ કરીને શાંત પ્રકૃતિવાળા તેમજ ઇંદ્રિયોનું દમન કરીને વિષય વિકારને વશ કરનાર સિંહસેન મુનિ છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપસ્યા કરતા ને જ્ઞાન ધ્યાનમાં પ્રીતિવાળા તેમજ સંસાર અને મોક્ષમાં સમાન વૃત્તિવાળા એવા મહામુનિ થયા. * પૂર્ણચંદ્ર નરપતિ શુદ્ધ શ્રાવક ધર્મનું આરાધન કરતા. મેરૂની માફક સ્થિર સ્વભાવવાળા તેમજ સર્વાગ રાજ્ય. લક્ષ્મીથી શોભતા ન્યાયથી પ્રજાનું પાલન કરતા હતા. એ ન્યાયી અને પરાક્રમી રાજાના કપૂરના સમૂહની માફક ઉજજવળ યશ જગત ઉપર વિસ્તાર પામે, ને શ્રાવકનાં. અવ્રતને પાળવામાં દઢ નિશ્ચયવાળા જ્ઞાન અને દર્શન નની ભકિત કરતા શાસનનો મહિમા વધારવા લાગ્યા શાસન પ્રભાવક તેમજ શ્રાવક ધર્મને પાળવામાં દઢ પ્રતિજ્ઞ હેવા છતાં તે રણવાર્તામાં કાયર નહોતા, યુદ્ધમાં શત્રુએના સમુદાયને જીતી પિતાની કીર્તિ દિગંત પર્યત તેમણે ફેલાવી હતી. અણુવ્રતની માફક ગુણવ્રત અને શિક્ષાવ્રતને પાલવોમાં પ્રીતિવાળા દીન, અનાથ અને ૨કજનોને ઉદ્ધાર. કરતા તેમણે સીદાતા શ્રાવકોના મનોરથ પૂર્ણ કરી સાધન. સંપન્ન બનાવી ધર્મમાં સ્થિર કર્યા. એ રીતે શ્રાવકેના. ઉદ્ધાર માટે રાજાએ છૂટે હાથે દાન આપવા માંડયું, જીન મંદિરમાં પૂજાએ રચાવી, જીનાલય બંધાવી પ્રતિમાઓ સ્થાપન કરાવી, સાતે ક્ષેત્રમાં રાજ્યલક્ષ્મીને સદ્વ્યય. કરતો રાજા પૂર્ણચંદ્ર શાસન પ્રભાવક થયે .P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust