________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 337 પરાક્રમવડે મોટા શત્રુઓને પણ વશ કરતો રાજા રાજ્ય અને રમણીના સુખવિનોદમાં જતા એવા કાલને પણ જાણતા નહી. બહુ કાળ પર્યત રાજા રાજ્યસુખને ભેગવતો અનુક્રમે પૌઢ વયમાં આવ્યો. ' પૂર્ણચંદ્ર રાજાને વીરેન્નરનામે પુત્ર થયો તે પણ વૃદ્ધિ પામતે નવીન યૌવન વયમાં આવ્યો ને યુવરાજ પદવી પામ્યો. યોગ્ય વયના-કવચધારી રાજકુમારને જોઈ રાજાએ ધીરેધીરે તેને રાજ્યની જવાબદારી સોંપવા માંડી. - પટ્ટરાણું પુષ્પસુંદરી પણ સમ્યકત્વ પૂર્વક પાંચ અણુંવ્રત તેમજ ગુણવ્રત અને શિક્ષાવ્રતને શુદ્ધભાવે પાળતી પરમ શ્રાવિકા થઈ. એ રીતે શ્રાવકધર્મને આરાધતાં તે પતિ પત્ની સુખમાં સમય વ્યતીત કરતાં હતાં. ' . એ દરમિયાન પૂર્ણ ચંદ્ર નરપતિને પોતાના પિતા સિંહસેન મહામુનિના ક્ષે ગયાના સમાચાર મલ્યા ને સંસારના રંગમાં રંગાયેલા નરપતિની વિચારશ્રેણિ પલટાઈ ગઈ, સંસાર ઉપર નિવેદ પ્રગટ થતાં એમના મનમાં વૈરાગ્યની લહેરો ઉડવા લાગી. ઉત્તમ પુરૂષોની ભાવના પણ ગમે તેવા સંજોગોમાં ઉત્તમ જ હોય છે જેની ભવિતવ્યતા સારી હોય છે એને ગમે તેવા સંજોગોમાં પણ ધર્મ કરવાની ભાવના થાય છે તેમને ધર્મ કરવાની તક મળે છે. , , “એ મહામુનિ મારા પિતાને ધન્ય છે કે જેમણે કમલ અંગવાળા છતાં મોહના વિલાસનો ત્યાગ કરી સંયમના કષ્ટને સહન કરતાં દુષ્કર કાર્ય સાધી લીધું, આ ભવસાગિર તરી પાર ઉતરી ગયા. ત્યારે હું અ૫સત્વવાળા થઈ પાપમાં આસક્ત થઈ ગયો. અરે ! જરાઅવસ્થા આવી તોપણ વિષય લોલુપ થઈને દેહાદિકની અનિત્યતાને જાણવા P AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust