SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને નેહસંબંધ 335 10 પૂર્ણ ચંદ્ર નરપતિ. | સુરસુંદરસૂરીશ્વરના વૈરાગ્યનું કારણ સાંભળી રાજા સહિત બધી સભા દંગ થઈ ગઈ, તેમના ચરિત્રથી વૈરાગ્યના રંગવાલો નરપતિ સિંહસેન ગુરૂની સ્તુતિ કરતાં બે , “હે ભગવન! આપનેજ એક જગતમાં ધન્ય છે કે જેમનું ચારિત્ર આશ્ચર્યકારી ને સાંભળનારને લાભ કરનારૂં છે, જેથી ખરેખર આપજ એક પુણ્યવાન છે, ત્યાગીએમાં પણ આપ શ્રેષ્ઠ છો, કે જેમણે જગતને આશ્ચર્ય કરનારી રમા, અને રમણીઓના સમુહને ક્ષણમાત્રમાં તૃણની જેમ તજી દીધો, આપે મોક્ષનો માર્ગ ગ્રહણ કરી લીધો. ' હે સ્વામી! મારા સરખા સત્વ વગરના પુરૂષો તો વિષય અને કષાયમાં મુંઝાઈ ગયા છતાં હજી પણ સંસાર છોડવાને સમર્થ નથી થતા, તો પણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિક ભેગે મેં ઘણા કાલ પર્યત ભોગવ્યા હેવાથી હવે હે પ્રભો ! તમારી પાસે નિરવદ્ય એવી તત્વ વિદ્યા જે સંયમ તેને હું ગ્રહણ કરીશ, ' નરપતિ ગુરૂ મહારાજને વિનંતિ કરીને નગરમાં ગયો, -મંત્રીઓ સામંતો અને સેનાપતિઓને સાક્ષી રાખીને પૂર્ણચંદ્ર કુમારનો રાજ્યાભિષેક કરી દીધો તે નિમિત્તે મેટા મહોત્સવ કર્યો. એ રીતે રાજ્ય ચિંતા પુત્રને ભળાવી પોતે રાજકાર્યથી નિવૃત્ત થયો. પછી જીનેશ્વરની મોટી પૂજા રચાવી તે નિમિત્તે માટે અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો, ને શાસનને માટે પ્રભાવ વધારી રાજાએ દીક્ષા માટે તૈયારી કરી, નવા નરપતિએ મોટી ધામધુમપૂર્વક નરપતિને દીક્ષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy