________________ ૩૩ર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “અરે પાપી ! આવા તુચ્છ પરાક્રમથી તું મને વશ કરવા માગે છે? " એ પ્રકારે એની નિર્ભસના કરતા તે લાકડીથી પ્રહાર કરતો હાકે, વૈતાળના ભયથી વ્યાકુળ થયેલ તે ત્યાંજ મૂચ્છિત થઈ ગયો, પ્રભાતે એને મામે એને પિતાના ઘેર તેડી લાવ્યો કેટલાક દિવસે તે જ્યારે સાજો થયો ત્યારે ગુણધરને મામ એને જયસ્થળ નગરે તેડી ગયો. ત્યાં એના સ્વજનોએ એને આશ્વાસન આપ્યું. પરંતુ દુર્જન પુરૂષોથી નિંદા તે લોકેની હાંસી પાત્ર થવાથી અતિ લજાતુર પણે પિતાની નિંદાને નહિ સહન કરતો ગળે ફાંસેખાઈ દુર્યાન પૂર્વક તે આ સંસારની કલેશમય મુસાફરી પૂર્ણ કરી ગયો. છતાંય પાપીને મરવાથી કઈ દુખનો છેડો આવતો નથી. દુર્ગાનથી મરણ પામીને ગુણધર પોતાના કૃત્યને અનુસારે નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ત્યાં વિવિધ પ્રકારની યાતનાઓને–પીડાઓને સહન કરતો દુ:ખમાં કાલ નિર્ગમન કરવા લાગ્યો ત્યાંથી નિકળીને તિર્યંચ પેનીમાં આવી ફરી પાછો નરકમાં જશે. એવી રીતે નારકી, તિર્યંચ, મનુષ્ય એમ દેવતામાં એકાંત દુ:ખનેજ ભેગવશે. દેવતામાં તે કવચિત સુખ ભોગવશે છતાં પણ આ પારાવાર સંસા૨માં ગુણધર દુ:ખ માત્રને જ ભોક્તા થશે. સમુદ્રની માફક મર્યાદાવાળા, ધનાઢય, લેકોની આશાને પૂરના ગુણાકર સંસારમાં ખૂબ પ્રતિષ્ઠા પામ્યો. ગુણધરનું આ પ્રમાણે અકાળ મૃત્યુ જાણી વિશેષ વૈરાગ્યને ધારણ કરનારો ગુણાકર પાંચમા અદ્યતને સારી રીતે પાળી સ્વર્ગે ગયો કેમે કરીને મોક્ષે જશે. મુનિએ - એ દૃષ્ટાંત પૂર્ણ કર્યું. એ પરિગ્રહ પરિમાણના ગુણ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust